Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દેશની ૧૦ મોટી કંપનીઓને વેંચવી પડશે ૨ લાખ કરોડની સંપતિ !!

રિલાયન્સ, એસ્સાર, અદાણી, વિડીયોકોન સહિતની દસેક મોટી કંપનીઓના એનપીએ તરફ આરબીઆઈના કડક વલણથી કરોડોની સંપત્તિઓ વેંચાવા મુકાઈ : મુંબઈમાં એરપોર્ટથી માંડી બંદરગાહ સુધીની મિલ્કતોની લાગે છે બોલી !! ૧૦ મોટી કંપનીનું જ ૫ લાખ કરોડનું એનપીએ !!

મુંબઈ, તા. ૧૯ :. દેશની દસ મોટી કંપનીઓએ બેંકોના ધિરાણ ચુકવવા વેંચવી પડશે ૨ લાખ કરોડની સંપતિ. અમુકને તો આખી કંપની જ વેંચવી પડશે તેવો માહોલ છે. આર.બી.આઈ.એ આ વર્ષે એન.પી.એ. સામે લાલ આંખ કરતા માત્ર મુંબઈમાં જ એરપોર્ટથી લઈને બંદરગાહ સુધીના રોડ પર કરોડોની સંપતિ વેંચાવા મુકાઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે દેશની ૧૦ કંપનીઓ ઉપર જ ૫ લાખ કરોડની એન.પી.એ. દેવાદારી છે. રાજસ્થાન પત્રીકાના અહેવાલ મુજબ મોટી કંપનીઓએ એન.પી.એ.ની રકમનું ચુકવણુ કરવા માટે પોતાની સંપતિઓ વેંચાણમાં મુકવા સિવાય કોઈ રસ્તો નથી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આ વર્ષમાં બેંકોને સ્પષ્ટ અણસાર આપી દીધો છે કે કોઈપણ ભોગે એન.પી.એ.ની વસુલાત અને તેના માટે કડક પગલાઓ લેવા પણ તાકીદ કરી છે.

ઉપરોકત પરિસ્થિતિ જોતા ભારતના ઈતિહાસમાં અર્થવ્યવસ્થાની જબરી વેચાણ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુકયો છે. દેશની મુખ્ય ૧૦ કંપનીઓની જ વાત કરીએ તો તેમા રિલાયન્સ ગ્રુપ (અનિલ અંબાણી), એસ્સાર ગ્રુપ (શશી રૂઈયા તથા રવિ રૂઈયા), અદાણી ગ્રુપ (ગૌતમ અદાણી), લેંકો ગ્રુપ (એલ. મધુસુદન રાવ), વિડીયોકોન ગ્રુપ (વેણુ ગોપાલ ધૂત), જીવીકે ગ્રુપ (જીવી કૃષ્ણા રેડ્ડી), જીએમઆર ગ્રુપ (જી.એમ. રાવ), જેપી ગ્રુપ (મનોજ ગોર), ડીએલએલએફ લી., જીંદાલ સ્ટીલ એન્ડ પાવર લી., સહારા ગ્રુપ સહિતનો સમાવેશ થાય છે.

આરબીઆઈના કડક વલણથી મોટી મોટી કંપનીઓએ પણ સ્વેચ્છાએ પોતાની સંપતિઓના વેંચાણની પ્રક્રિયાઓ આરંભી દીધાના અહેવાલો મળે છે ત્યારે મોટી કંપનીઓના બેંક ધિરાણો જોઈએ તો (જો કે એમા અમુક કંપનીઓના ધીરાણ હજુ એનપીએમાં આવ્યા પણ નથી), રીલાયન્સ ગ્રુપ (અનિલ અંબાણી) કુલ ધિરાણ ૨૦૧૪-૨૦૧૫ના વર્ષનું ૧,૭૪,૯૫૬ કરોડ, એસ્સાર ગ્રુપનું ૧,૦૧,૪૬૧ કરોડ, અદાણી ગ્રુપ ૯૬૦૩૧ કરોડ છે.

જ્યારે લેંકો ગ્રુપ ૪૭૧૦૨ કરોડ, વિડીયોકોન ગ્રુપ ૪૫૪૦૦ કરોડ, જીવીકે ગ્રુપ ૩૩૯૩૩ કરોડ, જીએમઆર ગ્રુપ ૪૭૯૭૬ કરોડ તથા જેપી ગ્રુપ ૭૫૧૬૩ કરોડનું બેંક ધીરાણ છે.

એક અંદાજ મુજબ મુખ્ય ૧૦ કંપનીઓનું ૫ લાખ કરોડના ધિરાણ સામે તેમની ૨ લાખ કરોડની સંપતિ બેંક પાસે સીકયુરીટીમાં છે.

આ ઉપરાંત નવીન જીંદાલની જીંદાલ સ્ટીલ એન્ડ પાવર લી.ના ૪૬ હજાર કરોડનું ધીરાણ છે.(૨-૪)

કંપનીનું નામ

એનપીએ ધીરાણ (કરોડમાં)

વેચવા લાયક મિલ્કત (કરોડમાં)

(૧) રિલાયન્સ ગ્રુપ (અનિલ અંબાણી)

૧,૭૪,૯૫૬

૬૦,૦૦૦

(૨) એસ્સાર ગ્રુપ

૧,૦૧,૪૬૧

૫૦,૦૦૦

(૩) અદાણી ગ્રુપ

૯૬૦૩૧

૬૦૦૦

(૪) લેંકો ગ્રુપ

૪૭૧૦૨

૨૫૦૦૦

(૫) વિડીયોકોન

૪૫૪૦૦

૯૦૦૦

(૬) જીવીકે ગ્રુપ

૩૩૯૩૩

૧૦,૦૦૦

(૮) જીએમઆર ગ્રુપ

૪૭૯૭૬

૫૦૦૦

(૯) જે.પી. ગ્રુપ

૭૫૧૬૩

૨૪૦૦૦

(ઉપરોકત આંકડા અને ધિરાણ ૨૦૧૪-૨૦૧૫ના વર્ષના છે)

 

 

(11:53 am IST)