Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

નવજોત સિદ્ધુનો કેસ સુપ્રીમમાં પૂર્ણઃ ચુકાદો હવે પછી જાહેર થશે!

પંજાબ-હરિયાણા હાઇકોર્ટ અગાઉ ૩ વર્ષની સજા ફટકારતા : તે સામે અપીલ

નવી દિલ્હી, તા.૧૯: ન્યાયમૂર્તિ ચેલામેશ્વર અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની પીઠે બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, નિર્ણયં હવે આપવામાં આવશે.

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થનારા નવજોત સિંહ સિદ્ઘૂએ આ પહેલા બેન્નાને કહ્યું હતુંું કે હાઈકોર્ટનું તારણ મેડીકલ પુરાવા પર નહીં પરંતુ અભિપ્રાય પર આધારિત છે. કોંગ્રાસની અમરિન્જર સિંહ સરકારે ૧૨ એપ્રિલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

 ૨૭ ડિસેમ્બર ૧૯૮૮દ્ગક છે. જયારે ગુરનામ સિંહ, જસવિન્દર સિંહ અને અન્ય એક વ્યકિત એક લગ્ન કાર્યક્રમ માટે બેન્કમાંથી પૈસા કાઢવા જતા હતા તો પટિયાલામાં શેરનવાલા ગેટ ક્રોસિંગની નજીક જિપ્સીમાં સિદ્ઘૂ અને સંધૂ ત્યા હાજર હતા.

આરોપ એવા છે કે જયારે ક્રોસિંગ પર આણેકો પહોંચ્યા તો મારૂતી કાર ચલાવતા ગુરનામ સિંહે જોયું તો જિપ્સી રોડ વચ્ચે ઉભી છે. તેણે જિપ્સીમાં સવાર સિદ્ઘૂ અને સંધૂને ગાડી હટાવવા માટે કહ્યું અને તેને લઈને ઝગડો થયો. પોલીસનો દાવો છે કે સિદ્ઘૂએ સિંહને માર માર્યો અને દ્યટનાસ્થળેથી ભાગી ગયો. ઈજાગ્રસ્ત સિંહને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો.ઙ્ગ

આ મામલામાં નિચલી કોર્ટે સપ્ટેમ્બર ૧૯૯૯માં સિદ્ઘૂને હત્યાના આરોપથી મુકત કરી દીધો હતો. પરંતુ હાઈકોર્ટે ડિસેમ્બર ૨૦૦૬માં આ નિર્ણયને ફેરવી સિદ્ઘૂ અને સહ આરોપી સંધૂને બિન ઇરાદાપૂર્વક હત્યાના દોષિ ઠેરવ્યા અને તેને ત્રણ-ત્રણ વર્ષની સજાની સાથે એક-એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી. બાદમાં સુપ્રીમ કોર્ટે ૨૦૦૭માં સિદ્ઘૂ અનસંધૂને દોષિ ઠેરવવાના નિર્ણય પર મનાવહુકમ લગાવતા સિદ્ધૂામત અમૃતસર લોકસભા સીટથી પેટાચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો હતો.

(11:50 am IST)