Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જમ્મુ- કાશ્મીરના પઠાણકોટ એરબેઝ નજીક ૩ અજાણ્યા શકમંદો નજરે પડયાઃ લશ્કરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

આ પૂર્વે અમૃતસર - રોહતકમાંથી આઇએસઆઇના શકમંદો ઝડપાયા બાદ જાસુસી તંત્રે દેશના લશ્કરી થાણાઓ ઉપર પાકિસ્તાન દ્વારા હુમલાઓ થવાની સંભાવના દર્શાવેલ

નવી દિલ્હી તા. ૧૯ : એરબેઝ નજીક ત્રણ શંકાસ્પદ હથિયારબંધની હિલચાલની વાત સામે આવ્યા બાદ પઠાનકોટ ખાતે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણેય હથિયારબંધ શકમંદોને ઝડપી પાડવા માટે પોલીસે પઠાનકોટ ખાતે ઠેકઠેકાણે ચેક પોસ્ટો બનાવી છે અને સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં સ્થાનિકો દ્વારા પઠાનકોટ ખાતે શંકાસ્પદ આતંકવાદીઓને જોવાનો દાવો કર્યો હતો. પઠાનકોટ બોર્ડર ઝોનના આઈજી એસપીએસ પરમારે કહ્યુ છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસોથી શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યાના ઈનપુટ્સ છે. તેના આધારે વળતી કાર્યવાહી કરવામાં આવી છે અને હજી સુધી કંઈ નક્કર હાથ લાગ્યું નથી.

સોમવારે પઠાનકોટમાં સ્થાનિકે દાવો કર્યો હતો કે તેણે બે શકમંદ આતંકવાદીઓને લિફટ આપી હતી. આ જાણકારી બાદ અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિકનો દાવો હતો કે રવિવારે રાત્રે તેણે બે શકમંદોને લિફટ આપી હતી.

મહત્વપૂર્ણ છે કે જુલાઈ-૨૦૧૫માં ગુરુદાસપુરના દિનાનગર અને જાન્યુઆરી-૨૦૧૬માં પઠાનકોટ ખાતેના એરબેઝ પર આતંકી હુમલા થઈ ચુકયા છે.

ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર પંજાબમાં પઠાનકોટ જિલ્લામાં સેનાની વર્દીમાં ત્રણ શંકાસ્પદ લોકો દેખાયા છે.સેનાની વર્દીમાં હથિયાર સાથે ૩ લોકો દેખાયા હતા. ત્યારે હવે આ શંકાસ્પદ લોકોની શોધ પોલીસ અને સેનાના જવાનોએ શરૂ કરી છે. જેના માટે ૧૨ ટીમો બનાવવામાં આવી છે. જવાનોએ ૬૦ જેટલા ગામમાં તપાસ શરૂ કરી છે.. જેમા પોલીસ અને સેનાના જવાનોની સાથે સાથે એસઓજી કમાન્ડો પણ શામેલ છે.(૨૧.૧૩)

(11:54 am IST)