Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રોકડ તંગીની સ્થિતિમાં ઝડપભેર સુધારોઃ ૮૦ ટકા એટીએમ કાર્યરત

તો શું ૨૦૦૦ની નોટ બંધ કરશે સરકાર? બેન્કિંગ વ્યવસ્થામાં ૭૦ હજાર કરોડની તંગી

મુંબઇ તા. ૧૯ : દેશમાં રોકડની તંગીની પરિસ્થિમાં ઝડપથી સુધાર થઇ રહ્યો છે અને દેશભરમાં અંદાજે સવા બે લાખ એટીએમમાં ૮૦ ટકા સામાન્ય રીતે કામ કરવામા લાગ્યા છે. સૂત્રોને જાણકારી મુજબ એક દિવસ પહેલા ૬૦ ટકા એટીએમ કરી રહ્યાં હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલય, રિઝર્વ બેન્ક, બેન્કો અને રોકડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇને જનારી કંપનીઓ વચ્ચે તાલમેલની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. દેશની સૌથી મોટ બેન્ક એસબીઆઇએ જણાવ્યું છે કે ગત ૨૪ કલાકમાં એટીએમમાં રોકડની તંગી ઓછી થઇ ગઇ છે. ૨૦૦ રૂપિયાની નોટના છાપકામમાં ઝડપના કારણે તંગી ઓછી થઇ છે.

તૃણમુલ કોંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદીએ સરકારને પુછ્યું છે કે તેઓ રોકડની તંગી પાછળના સાચા કારણને દેશની જનતા સમક્ષ રાખે. શું સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવા જઇ રહી છે. નાણા પરની સંસદની સ્થાયી સમિતિના સભ્ય ત્રિવેદીએ કહ્યું આ સમસ્યાના સાચા કારણને જાણવુ જનતાનો અધિકાર છે, લોકશાહીમાં સરકાર તેમની આંખોમાં ધૂળ નાંખી શકે નહી.(૨૧.૮)

(10:15 am IST)