Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

મહારાષ્ટ્રમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના 18 કેસ તથા H1N1 વાયરસના 405 કેસ નોંધાયા

 મહારાષ્ટ્ર:  મુંબઈમાં શનીવારે H3N2 ના 18 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવારે H1N1 વાયરસના કુલ 405 કેસ નોંધાયા છે. ઈન્ફલ્યુએન્ઝાના 196 દર્દીઓ હાલમાં મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝાથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.

નોધનીય છે કે 1 માર્ચ 2023 ની વચ્ચે મહારાષ્ટ્રમાં H3N3 વાયરસના 119 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં વાયરલ ફેલાતા જોઈને સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી તાનાજી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીએમસીએ એ બુધવારે (15 માર્ચ) જણાવ્યું હતું કે ઈન્ફલ્યુએન્ઝાના 32 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 2 દિવસમાં 196 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસ ઝડપથી વધી રહ્યો છે. H1N1 વાયરસને સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે. H3N2 તેનું સબવેરિયન્ટ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે H3N2 વાયરસ અગાઉના વેરિયન્ટ્સ કરતાં વધુ ખતરનાક છે.

 

 

 

મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. H3N2 વાયરસથી 73 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, દર્દી હૃદય રોગથી પીડિત હતો. આ પહેલા અહમદનગરના એક મેડિકલ સ્ટુડન્ટનું આ વાયરસથી મોત થયું હતું.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે જણાવ્યું કે રાજ્યની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. વાયરસથી પ્રભાવિત દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  

 

 

(12:47 pm IST)