Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપઃ 13 લોકોના મોતની આશંકાઃ ઈમારતો જમીનદોસ્‍ત

- ભૂકંપનું કેન્દ્ર 66.4 કિમીની ઉંડાઈએ હતુઃ ઉત્તર પેરુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાઃ રાહત અને બચાવ માટે ઈમરજન્સી ટીમો રવાના કરવામાં આવી છે.

નવી દિલ્‍હીઃ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 હતી. ભૂકંપ ઇક્વાડોરના દરિયાકાંઠાના વિસ્તારમાં આવ્યો હતો. તેના આંચકા પડોશી દેશ પેરુ સુધી અનુભવાયા હતા. પેરુમાં ભૂકંપના કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે.

ભૂકંપના કારણે ઇક્વાડોરમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. ઘણા મકાનોમાં તિરાડો પડી ગઈ છે. શાળાઓ અને હોસ્પિટલની ઇમારતોને પણ નુકસાન થયું છે. એક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ ટ્વીટ કર્યું કે સરકાર ભૂકંપ પીડિતોની મદદ માટે અભિયાન ચલાવી રહી છે. રાહત અને બચાવ માટે ઈમરજન્સી ટીમો રવાના કરવામાં આવી છે.

યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 6.8 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર ગુયાસ પ્રાંતના બાલાઓ શહેરથી લગભગ 10 કિમી દૂર 66.4 કિમીની ઊંડાઈ સાથે હતું. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. તેમને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પેરુમાં આવેલા ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભૂકંપના કારણે બંને દેશોમાં 126 લોકો ઘાયલ થયા છે. ઇક્વાડોરના દરિયાકાંઠાના રાજ્ય અલ ઓરોમાં 11 લોકો અને પર્વતીય રાજ્ય અજુએમાં બે લોકોના મોત થયા છે.

પેરુવિયન વડાપ્રધાન આલ્બર્ટો ઓટારોલાએ જણાવ્યું હતું કે ઇક્વાડોર સાથેની સરહદ પર તુમ્બેસ ક્ષેત્રમાં ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. ભૂકંપના કારણે તેમનું ઘર પડી ગયું હતું. યુવતીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઇક્વાડોરના અજુમાં, એક વ્યક્તિનું કારના ભંગાર હેઠળ દટાઇ જવાથી મૃત્યુ થયું હતું. અલ ઓરોમાં કાટમાળ નીચે ઘણા લોકો દટાયેલા છે. અહીં એક બે માળનું મકાન ધરાશાયી થયું છે. ઘરમાં રહેતા લોકો સમયસર નીકળી શક્યા ન હતા.

(11:51 am IST)