Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના વાયરસના સંકટ વચ્ચે નવરાત્રિ પર વડાપ્રધાન મોદીએ કર્યા નવ-આગ્રહ

નાગરિકો સજાગ રહે, સતર્ક રહે, આવનારા કેટલાક સપ્તાહ સુધી. જ્યારે જરૂરી ન હોય તો ઘરની બહાર ન નિકળો.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 179 મામલા સામે આવી ચુક્યા છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. શાળા-કોલેજ બંધ છે. પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ છે  લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવાની અપીલ સરકાર સતત કરી રહી છે. ભયનો માહોલ છે. તેવામાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. 

પીએમ મોદીએ કહ્યું છે, થોડા દિવસમાં નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે. આ શક્તિ ઉપાસનાનું પર્વ છે. ભારત સંપૂર્ણ શક્તિની સાથે આગળ વધે, આ મારી શુભકામનાઓ છે. આ સાથે પીએમ મોદીએ નવરાત્રિ પર નવ આગ્રહ પણ કર્યા છે. 

1. પ્રત્યેક ભારતવાસી સજાગ રહે, સતર્ક રહે, આવનારા કેટલાક સપ્તાહ સુધી. જ્યારે જરૂરી ન હોય તો ઘરની બહાર ન નિકળો.

2. 60થી 65 વર્ષની ઉપરની ઉંમરના વ્યક્તિ ઘરની અંદર રહે.

3. આ રવિવાર, એટલે કે 22 માર્ચે સવારે 7 કલાકથી રાત્રે 9 કલાક સુધી, જનતા કર્ફ્યૂનું પાલન કરો.

4. આપાત સેવામાં જોડાયેલા લોકોને 22 માર્ચની સાંજે 5 કલાકે 5 મિનિટ સુધી ધ્વનિની સાથે આભાર વ્યક્ત કરો.

5. રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાથી બચો, જો સર્જરી ખુબ જરૂરી ન હોય તો તેની તારીખ આગળ વધારો.

6. કોરોના મહામારીથી ઊભી થઈ રહેલા આર્થિક પડકારને ધ્યાનમાં રાખતા, નાણાપ્રધાનના નેતૃત્વમાં સરકારે એક કોવિડ-19 Economic Response Task Forceની રચના કરવાનો નિર્ણય લીધો છે. 

7. વેપારી જગત, ઉચ્ચ આવક વાળા વર્ગ પાસે બીજાનું વેતન ન કાપવાનો આગ્રહ

8. દેશવાસીઓને સામાન સંગ્રહ ન કરવાનો આગ્રહ, પીએમે કહ્યું કે, તમામ જરૂરી વસ્તુ ઉપલબ્ધ છે.

9. આશંકાઓ અને અફવાઓથી બચવાનો આગ્રહ.

(10:41 pm IST)