Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના વાયરસને લઇ સરકારએ રર માર્ચથી બધી આંતરરાષ્‍ટ્રીય ઉડ્ડાનોની લેડિંગ પર રોક લગાવી દીધી

નવી દિલ્‍હીઃ  દેશમાં કોરોના વાયરસ સંક્રમિત મામલાની વધતી સંખ્‍યાને જોતા કેન્‍દ્ર      સરકારએ ગુરુવારના કહ્યું કે રર માર્ચથી એક અઠવાડિયા માટે કોઇપણ આંતરરાષ્‍ટ્રીય વિમાનને ભારતમા ઉતરવાની અનુમતિ નહી આપવામાં આવે. આ સાથે જ  બધી રાજય સરકારોને કહેવામાં  આવ્‍યું છે કે ૬પ વર્ષથી વધારે ઉમરના લોકોએ ઘરમાં જ રહેવા માટે ઉચિત દિશા-નિર્દેશ જારી કર્યા.

સરકારનું  આ કદમ ત્‍યારે સામે આવ્‍યું જયારે દેશમાં ગુરુવાર સાંજના પાંચ વાગ્‍યા સુધી કોવિડ-૧૯ સંક્રમણના ૧૭૩ મામલા સામે આવી ચૂકયા હતા. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા  આ જાણકારી આપવામા આવી છે.  આ ઘાતક વાયરસને કારણે દેશમા અત્‍યાર સુધીમા ચાર  લોકોના મોત થઇ ચૂકયા છે. મહારાષ્‍ટ્ર, દિલ્‍હી , કર્ણાટક અને પંજાબમા એક-એક વ્‍યકિતના મોત કોરોના સંક્રમણને  કારણે થયા.

નિવેદનમા કહેવામાં આવ્‍યું છે કે સરકારે જનપ્રતિનિધિ સરકારી કર્મચારી અને ચિકિત્‍સા પેશેવરોને છોડી બાકી બધા ૬પ વર્ષથી ઉપરની ઉમરવાળા નાગરિકોને ઘરમા જ રહેવાની સલાહ આપી છે.

(10:17 pm IST)