Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પ્રારંભિક કડાકા બાદ શેરબજારમાં જોરદાર રીકવરીઃ ડોલર સામે રૂપિયો ૭૫ પહોંચ્યો

સવારે માત્ર ૧૫ મીનીટમાં ૮ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયુઃ ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએઃ આજે ૯૦ પૈસા તૂટયો

મુંબઈ, તા. ૧૯ :. આજે પ્રારંભે શેરબજારમાં ૨૦૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયા બાદ બપોરે જોરદાર રીકવરી થઈ હતી. સેન્સેકસમાં ૨૧૦૦ પોઈન્ટનો સુધારો થયો હતો જ્યારે નિફટી પણ સુધરીને ૮૫૫૦ પર ટ્રેડ કરે છે. આજે સવારે કડાકો બોલી જતા માત્ર ૧૫ મીનીટમાં રોકાણકારોના ૮ લાખ કરોડ ધોવાય ગયા હતા.બપોરે આ લખાય છે ત્યારે ૨.૧૫ કલાકે સેન્સેકસ ૪૧૬ પોઈન્ટ વધીને ૨૯૨૮૬ અને નિફટી ૮૮ પોઈન્ટ વધીને ૮૫૫૭ ઉપર છે. આજે સેન્સેકસમાં દિવસના લો થી ૨૧૦૦ પોઈન્ટની રીકવરી થઈ હતી. એક સમયે સેન્સેકસ ૨૬૦૦૦ની અંદર ચાલ્યો ગયો હતો જ્યારે નિફટી પણ ૭૮૯૦ ઉપર પહોંચી ગઈ હતી.

આજે ડોલર સામે રૂપિયો ૯૦ પૈસા તૂટીને ૭૫ ઉપર પહોંચ્યો છે. હાઈસપાટી ૭૫.૧૬ દર્શાવી હતી. આજે સવારે રૂપિયો ૭૪.૯૬ ઉપર ખૂલ્યો હતો. ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો પર પહોંચી ગયો છે. હવે એક ડોલર ખરીદવા રૂ. ૭૫ આપવા પડશે.

બજાજ ઓટો ૨૩૦૭, આઈટીસી ૧૫૮, કોટક બેન્ક ૧૨૩૨, એરટેલ ૪૪૭, એનએચ ૨૭૭, સ્ટરલાઈટ ૭૫, આઈડીયા ૩.૪૩, સિન્ડીકેટ બેન્ક ૧૫.૭૦, ઓએનજીસી ૬૩, એકસીસ ૪૫૧, ટેક. મહિન્દ્રા ૫૪૮, ટાટા એલેકસી ૫૯૧, ભારતીય ઈન્ફ્રા. ૧૩૦, ફીનોલેકસ ૩૮૩, અશોક લેલેન્ડ ૪૯ ઉપર છે.

(3:52 pm IST)