Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ન્યૂઝીલેન્ડના મસ્જિદ હુમલાનો બદલો લેશું :ISISએ આપી ધમકી :44 મિનિટનો ઓડીઓ જાહેર

અબુ હસન અલ મુહાજીર છેલ્લા છ મહિનાથી અંડરગ્રાઉન્ડ હતો:અચાનક તેના ધમકીભર્યા ઓડિયોથી સુરક્ષાદળો સતર્ક

 

ન્યૂઝીલેન્ડના મસ્જિદ હુમલાનો બદલો લેવા આતંકી સંગઠન ISIS ધમકી આપી છે ISIS દ્વારા 44 મિનિટનો ઓડિયો જાહેર કરાયો છે જેમાં ધમકી આપવામાં આવી છે કે મસ્દિજમાં અમારા ધર્મના લોકો પર કરવામાં આવેલા હુમલાનો બદલો લેવામાં આવશે.

    UKની ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે આતંકી સંગઠન ISISનો એક ઓડિયો સામે આવ્યો છે, ઓડિયોમાં ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલાનો બદલો લેવાની વાત કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ઓડિયો આતંકી સંગઠન ISISના પ્રવક્તા અબુ હસન અલ મુહાજીરનો છે, તો ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે અબુ હસન અલ મુહાજીર છેલ્લા મહિનાથી અંડરગ્રાઉન્ડ હતો, અચાનક તેના ધમકીભર્યા ઓડિયોથી સુરક્ષાદળો સતર્ક થઇ ગયા છે

ઓડિયોમાં જણાવ્યા પ્રમાણે 'બે મસ્દિજમાં થયેલા હુમલાથી મૂર્ખ લોકોએ જાગવાની જરૂર છે. કારણ કે હુમલો કરનારને તેના ધર્મ તરફથી ઉશ્કેરવામાં આવ્યો છે, ક્રાઇસચર્ચમાં થયેલી કત્લેઆમ જેલી કત્લેઆમ છેલ્લા કેટલાક સમયથી સીરિયામાં ચાલી રહી છે. સીરિયાના બધુઝમાં મુસ્લિમોને જીવતા સળગાવી દેવામાં આવી રહ્યાં છે તથા તેમના પર મહાકાય હથિયારોથી કત્લેઆમ કરવામાં આવી રહી છે.'

  પ્રાપ્ત જાણકારી પ્રમાણે અલ મુહાજીરની સાચી જાણકારી તથા તસવીર કોઇ પાસે નથી, પરંતુ કહેવામાં આવે છે કે તે ISISના પ્રોપેગેન્ડા વીડિયો અવાર નવાર જાહેર કરતો રહે છે. તો બીજી બાજુ ઉલ્લેખનીય છે કે ક્રાઇસચર્ચ શહેરમાં બે મસ્જીદોમાં થયેલા હુમલામા 50 લોકોનાં મોત થયા છે જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે

(1:10 am IST)