Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

જેટ એરવેઝ ખોટના ખાડામાં :ત્રણ મહિનાથી કર્મચારીઓને નથી ચૂકવ્યો પગાર

નાણાકીય સંકટને લીધે લગભગ 40 ફ્લાઇટ્સ ઉડાન ભરી શકતી નથી :ચેરમેન નરેશ ગોયલએ કહ્યું કંપની પર વિશ્વાસ રાખો

 

નવી દિલ્હી :નાણાંકીય સંકટમાં ફસાયેલ  જેટ એરવેઝે એરક્રાફ્ટ એન્જિનિયર્સને 3 મહિનાનો પગાર ચુક્વ્યો નથી. એરક્રાફ્ટ એન્જિનિયર્સે યૂનિયને કહ્યું છે કે જેટ એરવેઝે એરક્રાફ્ટ એન્જિનિયર્સને 3 મહિનાનો પગાર મળ્યો નથી.

   જેટ એરવેઝના ચેરમેન નરેશ અગ્રવાલને તેમના કર્મચારીઓએ પત્ર લખીને કંપની પર ભરોસો બનાવી રાખવા કહ્યું છે. ગોયલે કહ્યુ, સ્થિરતા સ્થિરતાને પુનર્સ્થાપિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેની સમયે કંપનીની ખૂબ જરૂર છે. ઉપરાંત પરિસંચાલન પણ ખૂબ ઝડપથી કરવામાં આવશે.
   
જેટ એરવેઝમાં નાણાકીય કટોકટીને લીધે લગભગ 40 ફ્લાઇટ્સ ઉડાન ભરી શકતી નથી. હકીકતમાં જેટ એરવેઝ લીઝ્ડ પર લીધેલા વિમાનોનું ભાડુ ચુકવવામાં નિષ્ફળ ગઈ છે. જેટ એરવેઝ પાસે 119 વિમાનોનો કાફલો છે. જેમા પાંચ બોઇંગ 737 મેક્સ પણ છે

(1:07 am IST)