Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

જમ્મુ-કાશ્મીરના 14 વર્ષીય ઈરફાન શેખ 'શૌર્ય ચક્ર'થી સન્માનિત :આતંકીઓનો સામનો કરીને ભગાડ્યા હતા

ઇરફાને ઘરમાં પ્રવેશતા અટકાવવા આતંકીઓ સાથે બાથ ભીડીને ભગાડ્યા હતા

 

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરના ઈરફાન શેખને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયો છે માત્ર 14 વર્ષની વયે ઈરફાન રમઝાન શેખે વર્ષ 2017માં હિંમતનું પ્રદર્શન કર્યું હતું, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં તેના ઘરે ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

  ઘટનાના બે વર્ષ બાદ તેને હિંમત દેખાડવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા તેનું 'શૌર્ય ચક્ર' વડે તેનું સન્માન કરાયું હતું.

   ઈરફાન રમઝાન શેખ 2017માં 14 વર્ષનો હતો જ્યારે તેના ઘર પર ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓ પાસે રાઈફલ્સ અને ગ્રેનેડ હતા અને તેઓ ઈરફાનના પિતા મોહમ્મદ રમઝાન શેખ કે જેઓ રાજકીય કાર્યકર્તા છે તેમની હત્યા કરવાના ઈરાદા સાથે આવ્યા હતા

   ઘરની બહાર જ્યારે અવાજ સાંભળ્યો તો ઈરફાને દરવાજો ખોલ્યો અને બહાર જોયું તો આતંકવાદી ઉભા હતી. ઈરફાન જરા પણ ડર્યો નહીં અને તેમને ઘરમાં પ્રવેશતા અટકાવવા માટે આતંકીઓ સાથે બાથ ભીડી લીધી હતી. અવાજ સાંભળીને તેના પિતા પણ ઘરની બહાર દોડી આવ્યા અને તેમણે પણ આતંકવાદીઓને મારવાનું શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કર્યો અને તેના પિતાને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યા.

(11:50 pm IST)