Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ચૂંટણી વ્‍યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ચંદ્રબાબુ નાયડુઅે બિહારી ડાકુની સંજ્ઞા આપતા વિવાદ

પટના: લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે. આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યાં છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કે. ચંદ્રશેખર રાવને ઘેરતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (પીકે)ને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પીકેને બિહારી ડાકુની સંજ્ઞા આપી છે. ચંદ્રબાબુ નાયડુના આ નિવેદન બાદ રાજકારણ ગરમાવવાની સંભાવનાઓ છે.

આંધ્ર પ્રદેશના ઓંગોલમાં એક જનસભાનું સંબોધન કરતા તેમણે કે. ચંદ્રશેખર રાવ પર ક્રિમિનલ પોલિટિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ કહ્યું કે, તે કોંગ્રેસ અને ટીડીપીના ધારાસભ્યોને તેમની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

તે દરમિયાન તેમણે જેડીયુના ઉપાધ્યક્ષ અને વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એક બિહારી ડાકુ પ્રશાંત કિશોરે આંધ્ર પ્રદેશમાંથી લાખો મતદાતાઓને હટાવી દીધા છે.

ચંદ્રબાબુ નાયડૂના નિવેદન પર પ્રશાંત કિશોરે ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, એક અનુભવી નેતા તેમની હાર જોઇ ભયભીત થઇ ગયા છે. એટલા માટે તેમના આ આધારહીન આરોપથી આશ્ચર્યજનક નથીં હું. સાથે જ પીકેએ કહ્યું કે મારી સામે તમારી આ અપમાનજનક ભાષાત તમારા પૂર્વાગ્રહ અને બિહારની સામે તમારી હતાશાને દર્શાવે છે. સારૂં હોત કે તમે આ વાત પર વધારે ધ્યાન આપતા કે આંધ્ર પ્રદેશની જનતા તમને વોટ આપે.

પ્રશાંત કિશોર હાલમાં આંધ્ર પ્રદેશમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિ માટે વિધાનસબા ચૂંટણીમાં રણનીતિ બનાવવાનું કામ કરી રહ્યાં છે. આ ચૂંટણીમાં તેમની પાર્ટીની સરખામણી ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપીથી છે. જોકે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ આ ચૂંટણીમાં ઉમેદવાર ઉતાર્યો છે.

JDUમાં પણ એકલા પડી ગયા ગયા છે પીકે

આ પહેલા પ્રશાંત કિશોર 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ, 2015ની વિધાનસભામાં મહાગઠબંધન અને પંજાબમાં કોંગ્રેસ જેવી પાર્ટીઓ માટે ચૂંટણી રાજનીતિ બનાવવાનું કામ કરી ચુક્યા છે. હાલમાં તેમણે આપેલા નિવેદન બાદ પીકે તેમની પાર્ટી જેડીયુમાં પણ એકલા પડતા જોવા મળી રહ્યાં છે.

જેડીયુના જાણકારી સૂત્રોનું એવું પણ કહેવું છે કે, પ્રશાંત કિશોરની ‘એન્ટ્રી’ના સમયથી જ પાર્ટીના ઘણા નેતા નાખુશ હતા. ઉપાધ્યક્ષ પીકેએ હાલામાં આપેલા નિવેદનથી લાગી રહ્યું છે કે, તેમની અને પાર્ટી અધ્યક્ષ નીતીશ કુમારની વચ્ચે કદાચ અણગમો ચાલી રહ્યો છે. આ કારણ છે કે પીકેની સામે પાર્ટીમાં અવાજ ઉઠવા લાગ્યો છે.

(4:43 pm IST)