Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

૨૦૦૮ના મુંબઇ હુમલાને ચીને ગણાવ્યો સૌથી કુખ્યાત

નવી દિલ્હીઃ ચીને ભારતમાં ૨૦૦૮માં થયેલ મુંબઇ હુમલાને સૌથી કુખ્યાત હુમલાઓમાંનો એક ગણાવ્યો છે.

૧૪ ફેબ્રુઆરીએ ચીનના વીટોના કારણે જ પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર ન કરી શકાયો ત્યારપછીનું ચીનનું આ વલણ ચોંકાવનારૃં છે.

સોમવારે એક પત્ર જાહેર કરીને ચીન તરફથી એક બયાન જાહેર થયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદ અને ચરમપંથે માનવતાને બહુ નુકશાન પહોંચાડયું છે. ચીનના પત્રમાં કહેવાયંુ છે કે પાકિસ્તાન સ્થિત લશ્કર એ તેૈયબા સંગઠને ભારતમાં ૨૦૦૮માં જે મુંબઇ હુમલો કર્યો હતો તે અત્યાર સુધીમાં સૌથી કુખ્યાત હુમલાઓમાંનો એક છે. આ શ્વેત પત્રને ''ધ ફાઇટ અગેઇન્સ્ટ ટેરરીઝમ એન્ડ એકસ્ટ્રમીઝમ એન્ડ હયુમન રાઇટસ પ્રોટેકશન શિનઝિયાંગ ''નામ આપવામાં આવ્યું છે.

(4:01 pm IST)