Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મોઝામ્બિકમાં ભયાનક દરિયાઇ તોફાન - પ્રચંડ પૂરમાં ૧૦૦૦થી વધુના મોત

ત્રણ કરોડની વસ્તી ધરાવતા મોઝામ્બિકમાં તોફાન અને પૂરે ભયાનક તારાજી અને તબાહી સર્જી છે

માપુતો તા. ૧૯ : આફ્રિકાના ત્રણ દેશ ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મલાવી છેલ્લા ચાર દિવસથી ભયાનક દરિયાઇ તોફાન અને પ્રચંડ પૂરનો સામનો કરી રહ્યાં છે. એમાંય ત્રણ કરોડની વસ્તી ધરાવતા મોઝામ્બિકમાં તોફાન અને પૂરે ભયાનક તારાજી અને તબાહી સર્જી છે.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ નૂસીએ જણાવ્યું છે કે આ કુદરતી આફતથી ૧પ લાખ લોકો પ્રભાવિત થયા છે અને ૧,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે. અત્યાર સુધીમાં ૮૪ મૃતદેહ હાથ લાગ્યા છે. પાંચ લાખની વસ્તીવાળું શહેર બીરા ૯૦ ટકા તબાહ થઇ ગયું છે. ઝિમ્બાબ્વે અને મલાવીમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.

દરિયાઇ તોફાન ઇડાઇએ મોઝામ્બિકના બીરા શહેરમાં પણ ભારે તબાહી મચાવી છે. ઝંઝાવાતી પવન અને અણધાર્યા પ્રચંડ પૂરને કારણે જાનમાલની મોટા પાયે ખુવારી થઇ છે. ધસમસતાં પ્રચંડ પૂરનાં પાણી સાથે હજારો ઘરો તણાઇ ગયાં છે અને મોટા ભાગના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે.

રાજયના રેડિયો મોઝામ્બિક પર રાષ્ટ્રજોગ સંદેશામાં રાષ્ટ્રપતિ ફિલિપ નૂસીએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે અમને એવું લાગ્યું હતું કે સત્તાવાર મૃત્યુ આંક ૮૪ છે, પરંતુ હવે એવું પ્રતીત થઇ રહ્યું છે કે ૧,૦૦૦થી વધુ લોકોએ પ્રચંડ પૂર અને તોફાનમાં જીવ ગુમાવ્યા છે અનેક લોકો ઘાયલ અને લાપતા થયા છે. એકલા પૂર્વ ઝિમ્બાબ્વેમાં લગભગ ૧,૦૦૦થી વધુ ઘરો નાશ પામ્યાં છે.

મોઝામ્બિકના સેન્ટ્રલ પોર્ટ શહેર બીરા ૯૦ ટકા ઉષ્ણકટિબંધના ચક્રવાત ઇકાઇ દ્વારા સંપૂર્ણપણે નાશ થઇ ગયું છે. રેડક્રોસે જણાવ્યું છે કે તમામ નદીઓમાં પ્રચંડ પૂર આવ્યાં છે અને દક્ષિણ મલાવીમાં ૧૧,૦૦૦ ઘરને નુુકસાન થયું છે. સંયુકત રાષ્ટ્રસંઘની એજન્સીઓ અને રેડક્રોસ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

(4:01 pm IST)
  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • જોડીયાના બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બીંગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST