Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ચોરી PM મોદીએ કરી છે તો સમગ્ર દેશ કેમ બને ચોકીદાર : રાહુલ

નવી દિલ્હી : ઇટાનગરમાં રાહુલની જાહેર સભા : કહ્યું કે ચોરી પીએમ મોદીએ કરી છે તો આખો દેશ શા માટે ચોકીદાર બને : ૩૦,૦૦૦ કરોડ રૂપિયા પીએમ મોદીએ અનિલ અંબાણીને આપી દીધા છે તમે સમગ્ર દેશને શા માટે ચોકીદાર બનાવો છો : જીએસટી ગબ્બર ટેક્ષ છે અમે સત્તા પર આવશું તો જીએસટી સરળ કરી દેશુ

(3:52 pm IST)
  • સેન્સેકસ ર૦૦ પોઇન્ટ અપ : સેન્સેકસ ર૦૦ પોઇન્ટ વધીને ૩૮ર૯૧ અને નીફટી ૧૯૬ પોઇન્ટ વધીને ૧૧પ૧૧ : ડોલર સામે રૂપિયો ૬૮.૮૪ : બેંક નીફટીના તમામ ૧ર શેર્સમાં ખરીદી : ઓઇલ-ગેસ, મેટલ બેંક શેર્સમાં ધુમ ખરીદી access_time 4:08 pm IST

  • ખોડલધામની મહિલા સમિતિમાં કોઈ વિવાદ નથી : શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના પહેલા જ નિવૃતિ જાહેર કરી દીધી હતી : ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિમાં વિવાદ થયાના સમાચારો વહેતા થયા છે ત્યારે ખોડલધામ મહિલા સમિતિના જ એક સભ્યએ જણાવેલ કે મહિલા સમિતિમાં કોઈ વિવાદ છે જ નહિં, પ્રમુખ શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના અગાઉ જ સમાધાન પંચમાં નિવૃતિ જાહેર કરી દીધી હતી આમ છતાં તેઓ હાલમાં પણ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા છે. તાજેતરમાં ખોડલધામની નવી કન્વીનરની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આમ મહિલા સમિતિમાં કોઇ જ વિવાદ ન હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. access_time 3:23 pm IST

  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST