Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

અનિલ અંબાણી ઉપર હજુય ૧ લાખ કરોડનું દેવું

મુંબઇઃ મોટાભાઇની મદદથી અનિલ અંબાણી જેલ જતાં બચી ગયા છે પણ તેમની મુશ્કેલી પીછો છોડવાની નથીઃ માર્ચ ૨૦૧૮ સુધીનું ADAGગ્રુપ પર કુલ દેવું ૧૦૩૧૫૮ કરોડ હતું અને તેના પર વ્યાજની જવાબદારી પણ ૧૦,૦૦૦ કરોડની હતીઃ જો કે ADAG એ પોતાની મિલ્કતો વેંચી ૬૦% દેવું ચુકતે કરવાની યોજના ઘડી કાઢી છેઃ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી ADAG ગ્રુપનું દેવું વધીને ૧.૭૨ લાખ કરોડ થઇ ગયું છે.

(3:52 pm IST)
  • ઓડિસાના વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ સાથે હિંસક પ્રદર્શન : કાલાહાંડી વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ ઉગ્ર બની :એક સુરક્ષાકર્મી સહીત બે લોકોના મોત :સુરક્ષાકર્મી અને પ્રદર્શકારીઓ વચ્ચે ઘર્ષણ :30થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST