Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પ્રત્યક્ષ કરસંગ્રહનું ટાર્ગેટથી ઓછું કલેકશન

ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીઓ - વ્યકિતગત કરદાતાઓ પાસેથી ૪ લાખ કરોડથી વધુનો એડવાન્સ ટેક્ષ મેળવ્યો છતાં

નવી દિલ્હી તા. ૧૯ :  આયકર વિભાગે ચાલુ નાણાકીય વર્ષની ચોથી તિમાહીમાં કંપનીઓ અને વ્યકિતગત કરદાતાઓએ ૪ લાખ કરોડ રૂપિયાથી વધુ કર સંગ્રહ કરવામાં આવ્યો છે. આ રકમ ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ ૧૫ ટકા વધુ છે. જોકે કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૧૫ માર્ચ સુધીમાં ૯ લાખ કરોડ રૂપિયાથી થોડું વધુ હોય છે. એવામાં ૨૦૧૮-૧૯ માટે ૧૨ લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ કરસંગ્રહના સંશોધિત લક્ષ્યને પૂર્ણ કરવા માટે કર અધિકારીઓની પાસે અંદાજે ૨ સપ્તાહનો સમય છે. અધિકારીઓનું માનવું છે કે આટલા ઓછા સમયમાં ૩ લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ કર સંગ્રહ કરવું એ ખુબજ અઘરૃં કામ છે.

ચોથી તીમાહીમાં અગ્રીમ કર ચુકવણીના મામલે ભારતીય સ્ટેટ બેંક, ઓએનજીસી અને પંજાબ નેશનલ બેંક પ્રમુખ કરદાતાઓમાં શુમાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સાર્વજનિક ક્ષેત્રની આ કંપનીઓએ અન્ય કંપનીઓના મુકાબલે વધુ કર ચુકવ્યો છે.જોકે તેના તરફથી ચુકાવામા આવેલી કરની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે સાર્વજનિક આ ત્રણેય બેન્કોને ઓએનજીસીની સાથે જ ભારતીય જીવન વીમા નિગમ તેમજ નાબાર્ડે જે અગ્રીમ કર જમા કરવામાં આવ્યો છે.જે અપેક્ષાથી ઓછો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેટલાક ક્ષેત્રોમાં કર અધિકારીઓને નાણામંત્રાલયને આ અંગેની ચિંતા વ્યકત કરી છે અને સંભવિત કર સંગ્રહમાં ઘટાડા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. ૧૧ માર્ચ સુધી  સ્ત્રોત પર ટીડીએસ ૧૮ ટકા વધીને ૪.૪૪ લાખ કરોડ રૂપિયા રહ્યુ. આવી જ રીતે સ્વ-આંકલિત કર ૬.૫ ટકા વધીને ૮૩,૪૬૫ કરોડ રૂપિયા રહ્યુ.

મુંબઈ ક્ષેત્રમાં દેશની ૧૦૦ શીર્ષ કંપનીઓમાંથી ૪૫ કંપનીઓ હાજર છે અને કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં તેની ભાગીદારી અંદાજે એક તિહાઈ રહે છે. ચોથી તીમાહીમા તેના દ્વારા અગ્રીમ કર ચુકવણી કુલ લક્ષ્યના અંદાજે ૭૦ ટકા રહી. મુંબઈ ક્ષેત્રથી ૨.૬૫ લાખ કરોડ કર સંગ્રહ થયો. જયારે સંશોધિત લક્ષ્ય ૩.૮૨ લાખ કરોડ રૂપિયાનું હતું.

(3:48 pm IST)