Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પડી જતાં બકરી પાછલા બે પગે ચાલતાં શીખી ગઇ

પટણા તા.૧૯: બિહારના રામદીરી ગામમાં લોકેશ મિશ્રા નામના ભાઇએ પાળેલી એક બકરીએ બચ્ચાને જન્મ આપ્યો ત્યારે એક બકરીને જન્મ સમયે જ આગળના બન્ને પગે લકવો પડી ગયો. જન્મ સમયે કંઇક ગરબડ થઇ હતી કે ગર્ભમાં હતી ત્યારથી જ તકલીફ હતી એ વિશે કંઇ ખબર ન પડી, પરંતુ લોકેશ મિશ્રાની જેમ તેમની બકરીએ પણ આ સંજોગોમાં હાર ન માની. લોકેશે બકરીને પાછલા પગેલ ઊભા રહીને બેલેન્સ રાખવાની પ્રેકટિસ શરૂ કરાવી. પાછલા પગે સંતુલન તો રહેતું, પણ ચાલવાનું લગભગ અશકય લાગતું હતું. ત્રણ-ચાર વીકના પ્રયત્ન પછી  લોકેશ થાકી ગયો, પણ તેની બકરી ન થાકી. થોડા જ દિવસોમાં બકરીએ આપમેળેે બે પગે ચાલવાનું જ નહીં દોડવાનં શરૂ કરી દીધું. હવે આ બે પગે દોડતી બકરીને જોવા આજુબાજુના ગામના લોકો પણ આવે છે.

(3:47 pm IST)