Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

જેડીયુ - બિહારના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર બિહારી ડાકુ છે : ચંદ્રાબાબુ

હૈદરાબાદ તા. ૧૯ : આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણી પ્રચાર દરમિયાન બિહાર, જનતાદળ (યુ)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પર તેજાબી પ્રહારો કર્યા છે. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું છે કે બિહારી ડાકુ પ્રશાંત કિશોેરે આંધ્રપ્રદેશમાં લાખો વોટ કપાવી નાખ્યા છે.

ચંદ્રાબાબુ નાયડુએ વધુમાં જણાવ્યું છે કે તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ ગુંડાગીરીની રાજનીતિ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસ અને ટીડીપીના ધારાસભ્યોને તોડી રહ્યા છે તો બીજી બાજુુ બિહારી ડાકુ પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશના લાખો લોકોના વોટ કપાવી નાખ્યા છે. પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશની મતદાર યાદીમાંથી લાખો વોટ દૂર કરાવ્યા છે.

પ્રશાંત કિશોર હાલ બિહાર જેડીયુુના ઉપાધ્યક્ષ છે અને તેમની ઓળખ ચૂંટણી રણનીતિકાર તરીકેની છે. વર્ષ ર૦૧૪માં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાના અભિયાનની ચૂંટણી રણનીતિ ઘડવામાં પ્રશાંત કિશોરની મહત્ત્વની ભૂમિકા હતી એવું માનવામાં આવે છે.

ચંદ્રાબાબુ નાયડુના આક્ષેપનો જવાબ આપતાં પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને લખ્યું છે કે એક નિશ્ચિત હાર સૌથી અનુભવી રાજનેતાને પણ વિચલિત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે અભદ્ર ભાષા પ્રયોજીને ગાળો આપવાનું બંધ કરો અને ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રીત કરો. તેમનાં બેબુનિયાદ નિવેદનોથી મને સહેજ પણ આશ્ચર્ય થયું નથી.

(3:38 pm IST)
  • ગરીબ છાત્રોના શિક્ષણ માટે આખરે રાજ્ય સરકાર જાગી :તમામ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓ પાસેથી વિગતો મંગાવી... : ૨૨ માર્ચ સુધીમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓની સંખ્યા આપવાની રહેશે... એપ્રિલ માસમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયા થવાની સંભાવના... access_time 4:00 pm IST

  • ઓડિસાના વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ સાથે હિંસક પ્રદર્શન : કાલાહાંડી વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ ઉગ્ર બની :એક સુરક્ષાકર્મી સહીત બે લોકોના મોત :સુરક્ષાકર્મી અને પ્રદર્શકારીઓ વચ્ચે ઘર્ષણ :30થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • તેલંગણામાં કોંગ્રેસને મોટો ફટકો : ચુંટણી પહેલા તેના ૭ ધારાસભ્યો શાસક TRS માં જોડાયા access_time 3:22 pm IST