Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

NCP નેતાનું વિવાદિત નિવેદન : 'રાફેલ ડીલના પ્રથમ શિકાર બન્યા પારિકર'

થાણે તા. ૧૯ : નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા જિતેન્દ્ર અવહદે પૂર્વ રક્ષામંત્રી મનોહર પારિકરનાં મોત પર વિવાદિત નિવેદન આપ્યું છે. એનસીપીના નેતાએ કહ્યું છે કે, રાફેલ ડીલમાં બલિ ચઢનારા મનોહર પારિકર પ્રથમ વ્યકિત છે. જિતેન્દ્ર અવહદના જણાવ્યા પ્રમાણે મનોહર પારિકર રાફેલ ડીલને લઈને ખૂબ જ દુઃખી હતા.

જિતેન્દ્ર અવહદે કહ્યુ કે, 'મનોહર પારિકર ખૂબ જ ભણેલા-ગણેલા વ્યકિત હતા. મને લાગે છે કે રાફેલ ડીલને લઈને તેઓ ખુશ ન હતા, આથી જ તેમણે ગોવા પરત જવાનો નિર્ણય લીધો હતો. આજે તેઓ નથી એટલે આપણે આવી વાતો ન કહેવી જોઈએ, પરંતુ મને લાગે છે કે તેઓ રાફેલ ડીલના પ્રથમ શિકાર છે.'

નોંધનીય છે કે મનોહર પારિકર જયારે દેશના સંરક્ષણ મંત્રી હતા ત્યારે રાફેલ ડીલ થઈ હતી. સુપ્રીમ કોર્ટ અને CAG તરફથી કિલનચીટ મળ્યા બાદ પણ કોંગ્રેસ આ ડીલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવતી રહી છે.

(3:40 pm IST)
  • રાહુલ ગાંધીને સતાનો શોખ નથી: મેં અને મારા ભાઈએ ખુબ જ સંઘર્ષ કર્યો છે: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલને સતાનો શોખ નથી પરંતુ લોકોની ભલાઈ ઈચ્છે છે: સિરસાના પૌરાણિક સ્થળ સીતામઢી પહોંચી પ્રિયંકાએ આંખમાં આંસુ સાથે કહ્યું કે તેણીએ દેશ માટે પોતાના પરિવારમાં કેટલાય બલિદાન જોયા છે જેમાં તેની દાદી, પિતાની હત્યા છે અને જાણ્યું છે કે દર્દ શું છે access_time 12:59 am IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST