Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મોદી સરકારની ડેટ એકસપાયર થઇ ચૂકી છે, ૫ વર્ષમાં કર્યું શું?

પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનો આજે બીજો દિવસ : મંદિર બાદ જશે દરગાહ

મીરજાપુર તા. ૧૯ : યુપી મિશન પર નીકળેલાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનો આજે બીજો દિવસ છે. પ્રિયંકા ગાંધી પોતાની યાત્રાના બીજા દિવસે મીરજાપુરના વિંધ્યાચલ ધામ અને મૌલાના ઇસ્માઇલ ચિશ્તીની દરગાહ પર માથું ટેકવ્યું હતું. મીરજાપુરમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને વિંધ્યાચલ મંદિરનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ પ્રિયંકા ગાંધીએ મૌલાના ઇસ્માઇલ ચિશ્તીની મજાર પર ચાદર ચઢાવી હતી.

પ્રિયંકાને જયારે પત્રકારોએ કહ્યું કે, યોગી સરકારે ૨ વર્ષનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ અંગે પ્રિયંકાએ કહ્યું કે તેઓ જમીન પર આવીને જૂએ કે સ્થિતી શું છે. આ રિપોર્ટ કાર્ડ પ્રચાર માટે જ સારૂ છે પરંતુ જમની પર તેનું કોઈ અસ્તિત્વ નથી. હું રોજ લોકો સાથે મુલાકાત કરુ છું. ખેડૂત, યુવાવર્ગ, વિદ્યાર્થી, આંગણવાડી હોય કે આશાવર્કર કોઈને કંઈ પણ મળ્યું નથી. જે પ્રચાર કરવામાં આવે છે અને જે સાચ્ચે જ હોય છે તેમા આકાશ જમીનનો ફરક છે. જયાં સુધી ૭૦ વર્ષનું રટણ કરાઈ રહ્યું છે ,તો તમે પણ ૫ વર્ષથી સત્તામા છો, તમે શું કર્યું?

સીતામઢીમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તમે કહો છો કે તમે શકિતમાન છો, તમે દિગ્ગજ નેતા છો, તમારી ૫૬ ઈંચની છાતી છે. તો રોજગાર કેમ નથી મળી રહ્યો? કારણ કે આ તેમની દુર્લભતા છે અને આ સરકાર પણ દુર્લભ છે. કોંગ્રેસ મહાસચિવે પુછ્યું કે પાંચ વર્ષમાં સરકારે શું કર્યું? કંઈ જ કર્યુ નથી. તેમણે ૭૦ વર્ષનાં મુદ્દા પર પણ મોદીને ઘેર્યા છે. પ્રિયંકાએ કહ્યું કે, ૭૦ વર્ષનાં રટણનું પણ એકસપાઈરી ડેટ હોય છે.

પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનું આવતી કાલે વારાણસી ખાતે સમાપન થશે. પ્રિયંકા ગાંધી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના દર્શન માટે જશે, પરંતુ વારાણસીમાં પ્રિયંકાના આગમન સામે અત્યારથી જ વિરોધ શરૂ થઇ ગયો છે. પ્રિયંકા કાશી પહોંચે તે પહેલાં તે ખ્રિસ્તી હોવાથી કાશી વિશ્વનાથ મંદિરમાં તેમના પ્રવેશ સામે વિરોધ શરૂ થઇ ગયો છે.

આમ લોકસભા ચૂંટણી ૨૦૧૯નું એલાન થયા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંદી સૂપંર્ણ રીતે એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રિયંકા ગાંધીની ગંગા યાત્રા મંદિર બાદ દરગાહ સુધી જશે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે.

(3:26 pm IST)
  • ચૂંટણી પહેલા જ મોદીએ ૧ મહિનામાં ૩૬૯૫૬ કિ.મી.નો પ્રવાસ કર્યોઃ ૧૫૮ ઉદ્દઘાટનો કર્યાઃ રોજની ૧૦૦૦ કિ.મીની યાત્રા કરીઃ રોજ પ પ્રોજેકટ લોન્ચ કર્યાઃ જેમાં બિહાર-ઝારખંડમાં ૨૩ અને ગુજરાતમાં ૧૭ પ્રોજેકટનો સમાવેશ થાય છે access_time 3:42 pm IST

  • ૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા અને ઝારખંડમાં તોફાની પવન સાથે વરસાદ પડશેઃ સ્કાયમેટ access_time 11:25 am IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST