Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ચિર પરિચિત અંદાઝમાં પ્રિયંકાઃ લોકો સાથે એકદમ હળી- મળી ગયા

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી નાવ પે ચર્ચા દ્વારા યુપી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ ૧૪૦ કિ.મી.લાંબી પાણીની યાત્રા કાલે તા.૨૦ના રોજ નરેન્દ્રભાઈના મતક્ષેત્ર વારાણસીમાં પૂર્ણ થશે. યાત્રા દરમિયાન પ્રિયંકાએ પ્રયાગરાજ સ્થિત સ્કુલ ઓફ ફિલ્મ એન્ડ માસ કોમ્યુનિકેશનની પ્રતિભાવંત વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી વાતચિત કરી હતી. આ ઉપરાંત પ્રિયંકાએ સિરસાના કપસાઈ ગંગા માર્ગ ઉપર ચાલીને લોકોને મળ્યા હતા. અચાનક તેઓ એક પછી એક ૧૨ જેટલા ઘરોમાં જઈ લોકોને મળ્યા હતા. તેમનો આ અંદાજ લોકોને ખુબ જ ચિર પરિચિત લાગ્યો હતો. પ્રિયંકાને જોવા- મળવા માટે ઠેર- ઠેર જનમેદની  ઉમટી પડી હતી. તેમણે ઘરોમાં જઈ બાળકોના શિક્ષણ વિશે માહિતી મેળવી હતી. તેમણે સંતરાનો જયુસ પણ લોકોના હાથમાંથી લઈ પીધો હતો.

(11:33 am IST)
  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • કોંગ્રેસને ઝટકો: જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST