Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

NDAની ફરી સત્તા વાપસી : ૨૮૩ બેઠકોનું અનુમાન

ટાઇમ્સ નાઉ અને VMRનો સર્વે : યુપીએને ૧૩૫ બેઠકો મળશેઃ હિન્દી બેલ્ટ રાજ્યોમાં ભાજપનો દબદબો : એરસ્ટ્રાઇક બાદ મોદીની લોકપ્રિયતા વધી યુપીમાં ૪૨ બેઠકો મળશે : દ.ભારતમાં ભાજપ માટે કપરા ચઢાણ

નવી દિલ્હી તા. ૧૯ :  ટાઈમ્સનાઉ અને વીએમઆરના સર્વે અનુસાર એનડીએ ફરી એક વખત બહુમતના જાદુઈ આંકડાને સ્પર્શી શકે છે. સર્વે અનુસાર એનડીએને ૫૪૩માંથી ૨૮૩ સીટ મળવાનું અનુમાન છે. જયારે યુપીએને ૧૩૫ સીટથી સંતોષ માનવો પડશે.

દક્ષિણ ભારતમાં જયાં એનડીએને કોઈ ખાસ સફળતા મળવાની નથી, બીજી તરફ ભાજપને પશ્ચિમ બંગાળમાં વેગ મળવાનું અનુમાન છે.જયારે નોર્થઈસ્ટમાં ભાજપનો દબદબો યથાવત રહેશે. ભાજપનો દબદબો હિન્દી ભાષી રાજયમાં કાયમ છે અને સર્વે અનુસાર ભાજપ અને સાથીપક્ષ સરળતાથી બહુમતીના આંકડાને સ્પર્શી જશે. એનડીએને કુલ ૨૮૩ બેઠક મળી શકે છે જયારે અન્ય પાર્ટીઓના ખાતામાં ૧૨૫ જેટલી બેઠકો મળે એવી શકયતાઓ છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપ આ વખતે ૨૦૧૪ જેવો જાદુ પાથરી શકે એવું લાગતું નથી. વર્ષ ૨૦૧૪માં ભાજપના ૪૩.૩ ટકા વોટશેર હતો અને સાથી પક્ષોએ મળીને ભાજપને ૭૩ બેઠકો પર જીત આપવી હતી. આ વખતે ભાજપને ૪૨ સીટ પર જ સંતોષ માનવો પડશે એવું સર્વે કહે છે. મહાગઠબંધનના ખાતામાં ૩૬ અને કોંગ્રેસને ૨ સીટ મળવાનું અનુમાન છે.

ભાજપ અને એનડીએને સત્તામાં પરત લાવવામાં મોટી ભૂમિકામાં હિન્દી ભાષી રાજયો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આ રાજયમાં ભાજપનું પ્રભુત્વ યથાવત રહેશે. બીજી તરફ દિલ્હીમાં સાત બેઠકો પર ભાજપ પોતાની અસર ઊભી કરી શકે એમ છે. મધ્ય પ્રદેશમાં ૨૯માંથી ૨૨ બેઠકો પર ભાજપને જીત મળવાનું અનુમાન છે. જયારે રાજસ્થાનમાં ભાજપ ૨૫માંથી ૨૦ બેઠકો પર જીત મેળવી શકે છે.

આ સર્વેના અનુમાન પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ભાજપને વેગ મળવાની પૂરી શકયતા છે. હાલમાં તે બંગાળમાં પોતાના મૂળીયાને મજબૂત કરવા માટે મહેનત કરી રહી છે. અહીંથી ભાજપને ખુશખબરી મળી શકે છે. સર્વેના આંકડા હકીકતમાં બદલશે તો ભાજપને પ્રદેશમાં ૩૨ ટકા વોટશેર અને ૧૧ સીટ મળી શકે એમ છે. પ્રદેશમાં કોંગ્રેસ અને ડાબેરીઓનું કોઈ ખાતું ખુલી શકે એમ નથી. ગત લોકસભાની ચૂંટણીમાં જયાં બિહારમાં મોદી લહેર ચાલી રહી હતી. બિહારમાં ભાજપને ૫૧.૫ ટકા વોટ અને ૩૦ બેઠકો મળી હતી. વર્ષ ૨૦૧૯માં એનડીએ વોટશેર ૪૮.૪૦ ટકા હતા અને ૧૩ બેઠકો મળી શકે એમ હતી.

દક્ષિણના રાજયમાં પોતાનું પ્રભુત્વ ઊભુ કરવા માટે મથતો પક્ષ ભાજપ પોતાના તરફથી પૂરતો પરસેવો પાડે છે. પરંતુ, ચૂંટણીમાં તેને ફટકો પડી શકે એમ છે. ટાઈમ્સ નાવ અને વીએમઆરના સર્વે અનુસાર ભાજપનો વોટશેર વધી રહ્યો છે. પરંતુ, સીટ પર ફાયદો મળે એવું દેખાતું નથી. વર્ષ ૨૦૧૪માં ભાજપને પ્રદેશમાં ૧૦.૪ ટકા અને ૧ બેઠક મળી હતી. આ ચૂંટણીમાં ૧૭.૬૦ ટકા વોટ મળવાની સાથે ૨ બેઠક મળે એવું અનુમાન છે. આ સાથે ટીઆરએસનું પ્રભુત્વ કાયમ રહેશે.

સર્વે પ્રમાણે વાયઆરએસ કોંગ્રેસને ગત લોકસભા ચૂંટણીમાં ૮ બેઠકો પર જીત મળી હતી. પણ આ વખતે આ આંકડો ૨૨ બેઠકો સુધી પહોંચી શકે છે. એનડીએમાંથી અલગ થયા બાદ અને એન્ટી ઈકમબસીનું નુકસાન ટીડીપીને ફાયદો કરાવી શકે એમ છે. ચંદ્રબાબુ નાયડુંના પક્ષને ગત ચૂંટણીમાં ૧૫ બેઠકમાંથી ૩ ગબડતા સંતોષ માનવો પડ્યો હતો.

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ NDA ના પક્ષમાં માહોલ : ૧૩ બેઠકોનો ફાયદો : સર્વે

નવી દિલ્હી : પુલવામાં ઘટના બાદ ભારતે પાકિસ્તાનની અંદર જઇ કરેલી એરસ્ટ્રાઇક બાદ એનડીએને ૧૩ બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે તેમ ટાઇમ્સ નાઉના સર્વેમાં જણાવ્યુ છે : આ પહેલા એનડીએ તે ર૭૦ બેઠકો મળતી હતી પણ ૧ર માર્ચ બાદ થયેલા સર્વેમાં આ આંકડો વધીને ર૮૩નો થઇ ગયો છે : યુપીએને ૧૪૪ બેઠકો મળતી હતી જે ઘટીને ૧૩પ થઇ ગઇ છે : અન્યોને પહેલા ૧ર૯ બેઠકો મળતી હતી તેઓને હવે ૧રપ બેઠકો મળવાનું અનુમાન છે.

 

(11:32 am IST)
  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો : તેમની સંપતિ હડપવાની હતી યોજના : દવાના નશામાં લખાવી હતી સ્યુસાઈડ નોટ : સેવાદાર વિનાયક અને શરદ આપતા હતા ધમકી : રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા : આરોપીઓ પાસેથી કોરો ચેક મળ્યો access_time 6:04 pm IST

  • ખોડલધામની મહિલા સમિતિમાં કોઈ વિવાદ નથી : શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના પહેલા જ નિવૃતિ જાહેર કરી દીધી હતી : ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિમાં વિવાદ થયાના સમાચારો વહેતા થયા છે ત્યારે ખોડલધામ મહિલા સમિતિના જ એક સભ્યએ જણાવેલ કે મહિલા સમિતિમાં કોઈ વિવાદ છે જ નહિં, પ્રમુખ શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના અગાઉ જ સમાધાન પંચમાં નિવૃતિ જાહેર કરી દીધી હતી આમ છતાં તેઓ હાલમાં પણ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા છે. તાજેતરમાં ખોડલધામની નવી કન્વીનરની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આમ મહિલા સમિતિમાં કોઇ જ વિવાદ ન હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. access_time 3:23 pm IST

  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST