Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ચૂંટણી પૂર્વે ૩,૫૬૫ EVM અને ૨,૫૯૪ VVPAT ખામીયુકત

રાજ્યના ચૂંટણી અધિકારીઓએ કરેલા પ્રથમ સ્તરના ચેકીંગ દરમિયાન ખામી પકડાઇ

નવી દિલ્હી તા. ૧૯ : આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ભારતના ચૂંટણી પંચે તાજેતરમાં રાજયમાં હાથ ધરવામાં આવેલા પ્રથમ સ્તરના ચેકિંગ દરમિયાન ખામી હોવાના કારણોસર ગુજરાતમાં કુલ ૩,૫૬૫ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન અને ૨,૫૯૪ વીવીપેટ મશીનોને રિજેકટ કર્યા હતા.

ખામીયુકત મશીન પાડોશી રાજય રાજસ્થાન સાથે બદલવા અને નવા વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ મશીન લાવવા ચૂંટણી પંચે આદેશ કર્યો છે. પ્રથમ સ્તરના ચેકિંગ દરમિયાન કુલ ૧,૧૫૪ બેલેટ યુનિટ અને ૩,૫૬૫ કંટ્રોલ યુનિટ ખામીયુકત હોવાનું જણાયું હતું. તે સિવાય ૨,૫૯૪ વીવીપેટ પણ ખામીયુકત નીકળ્યા હતા. આ મશીનોને રિપેરિંગ માટે ભારત ઇલેકટ્રોનિકસ લિમિટેડને મોકલવામાં આવ્યા હોવાનું ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું.

કંટ્રોલ યુનિટ એ ઈવીએમનું હ્ય્દય છે અને તે પ્રિસાઇડિંગ ઓફિસર અથવા તો પોલિંગ ઓફિસર પાસે રહે છે. જયારે બેલેટ યુનિટ મતદાન કરવાનું તે વિસ્તારમાં રાખવામાં આવે છે. જયાં બટન દબાવીને મતદાર મતદાન કરે છે. ઈસીઆઈ દ્વારા લોકસભાની ચૂંટણીઓ માટે નવા ઈવીએમ અને વીવીપેટ ફાળવવામાં આવ્યા હતા. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન જૂના મશીનો આગામી ચૂંટણી માટે બિહાર અને કેરાલા મોકલવામાં આવ્યા હતા.

ગુજરાતને ફાળવવામાં આવેલા તમામ ઈવીએમ અને વીવીપેટ બીઈએલ દ્વારા ઉત્પાદિત નવીનતમ મોડલ એમ-૩ છે. ગુજરાતમાં બ્રાન્ડ ન્યૂ મશીન ફાળવાયા હતા છતાં તેમાં ખામી કેમ આવી ? તેના જવાબમાં અધિકારીઓએ કહ્યું હતું કે મશીનમાં ઘડિયાળની ભૂલો, ડિસ્પ્લે દેખાતી નહોતી તેના કારણે પાછા આવ્યા હતા.  ખામીયુકત બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના સ્થાને નવા મશીનની માગણી કરવામાં આવી નથી. ચૂંટણી પંચે પાડોશી રાજસ્થાનમાંથી ૨,૫૯૦ વીવીપેટ માગ્યા છે. આ મશીનો એમ-૩ની સમકક્ષ મોડલ છે અને બીઈએલ દ્વારા તેને બનાવાયા છે. હાલમાં ગુજરાતમાં ૭૯,૧૪૩ બેલેટ યુનિટ, ૬૩,૪૦૬ કંટ્રોલ યુનિટ અને ૬૬,૯૯૭ વીવીપેટ છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે રાજયની તમામ રાજકીય પાર્ટીઓને ખામીયુકત મશીન અંગે જાણ કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રથમ સ્તરના ચેકિંગ દરમિયાન જયાં પ્રથમ વખત વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે પંચને ૩,૫૫૦ વીવીપેટ ખામીયુકત મળ્યાં હતા. જયારે કુલ ૬૨,૬૬૬ કંટ્રોલ યુનિટમાંથી ૫,૨૪૫ અને ૭૫,૦૦૦ બેલેટ યુનિટમાંથી ૨,૯૦૭ ખામીયુકત મળ્યા હતા. આ ચૂંટણીમાં બીઈએલ અને ઈસીઆઈએલના ચાર પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વખતે ઈવીએમની સુરક્ષા માટે પણ રાષ્ટ્રીય ચૂંટણી પંચની ખાસ સૂચનાના  પગલે વિશેષ પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં રિયલ ટાઈમ મોનિટરિંગનો પણ સમાવેશ થાય છે.

(9:49 am IST)
  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST

  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો : તેમની સંપતિ હડપવાની હતી યોજના : દવાના નશામાં લખાવી હતી સ્યુસાઈડ નોટ : સેવાદાર વિનાયક અને શરદ આપતા હતા ધમકી : રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા : આરોપીઓ પાસેથી કોરો ચેક મળ્યો access_time 6:04 pm IST

  • ગરીબ છાત્રોના શિક્ષણ માટે આખરે રાજ્ય સરકાર જાગી :તમામ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓ પાસેથી વિગતો મંગાવી... : ૨૨ માર્ચ સુધીમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓની સંખ્યા આપવાની રહેશે... એપ્રિલ માસમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયા થવાની સંભાવના... access_time 4:00 pm IST