Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ધૂળેટીમાં સિન્થેટિક કલરના ઉપયોગથી આંખ, કાન, ચામડીના દર્દીઓમાં ૧૦ ટકાનો વધારો

અસ્થામાના દર્દીઓએ સિન્થેટિક કલરથી દૂર રહેવું: વોટર કેનનથી કાનના પડદો તૂટી જવાના બનાવો બને છે

મુંબઇ તા. ૧૯ : ધુળેટીના તહેવાર દરમિયાન સિન્થેટીક કલરથી અને વોટર કેનનથી હોળી રમવાથી આંખ , ચામડી અને કાનને નુકશાન થતા હોવાથી શહેરમાં આ પર્વ બાદ આંખ, ચામડી અને કાનના દર્દીઓમાં ૧૦ ટકા ઉપરાંત દર્દીઓનો વધારો થાય છે. જો ધુળેટી રમવામાં સાવચેતી રાખવામાં આવે તો આંખ ચામડી અને કાનને થતુ નુકસાન અટકાવી શકાતુ હોવાનુ નિષ્ણાંત તબીબોએ જણાવ્યું હતુ.

બરોડા મેડિકલ કોલેજના સ્કીન અને વીડી વિભાગના વડા ડો. યોગેશ મારફતીયાએ જણાવ્યુ હતુકે ધુળેટીમાં સિન્થેટીક કલરના ઉપયોગ થી દુર રહેવુ જોઇએ તે ચામડીને નુકશાન પહોંચાડે છે. ઓઇલ પેન્ટ કલર કે ચળકાટવાળા કલરથી હોળી રમ્યા પછી તે દુર કરવા માટે કેરોસીન કે સોલવન્ટ નો ઉપયોગ કરી એ છે તે કરવો જોઇએ નહી. નાહવાના સાબુ થી તેને ધીરે ધીરે દુર કરવો જોઇએ. ધુળેટી રમતા પહેલા શરીર ઉપર કોપરેલ મોઇસચરાઇઝ, કે સન સ્ક્રીન લોશન લગાવવા જોઇએ આથી ચામડીને થતુ નુકશાન અટાવી શકાય છે.

ઇએનટી નિષ્ણાંત ડો.આર.બી.ભેસાણીયાએ જણાવ્યુ હતુકે , કેટલાક ર્ધિામક સ્થળોએ અને ફાર્મ હાઉસ પર ધુળેટી રમવા માટે વોટર કેનનો ઉપયોગ કરે છે જે નુકશાન કારક છે. વોટર કેનથી ધુળેટી રમવાથી કાનના પડદા તુટી જવાના બનાવો બને છે. ગત વર્ષે ૦૩ વ્યકિતઓના કાનના પડદા તુટી ગયા હતા. આ ઉપરાંત સિન્થેટીક કલરમાં ઝેરી રસાયણો તે શ્વાસમાં જતા તે શ્વસન તંત્રને નુકસાન પહોંચાડે છે. અસ્થમાના દર્દીઓને અસ્થમાનો એટેક આવી શકે છે. જે જીવલેણ પણ પુરવાર થઇ શકે છે. આથી અસ્થમાના દર્દીઓએ બને ત્યાં સુધી ધુળેટીના કૃત્રિમ રંગ, કાદવ થી રમાતી હોળીથી દુર રહેવુ જોઇએ.

ઓપ્થેમોલોજીસ્ટ ડો.અશોક મહેતાએ જણાવ્યુ હતુકે સિન્થેટિક કલર આંખની કિકીને નુકશાન પહોંચાડે છે. ધુળેટી રમતા જતા અગાઉ આંખને સંપુર્ણ ઢાંકે તેવા ગોગલ્સ પહેરો. કદાચ કલર કે ઓઇલ પેન્ટ કલર પડે તો આંખમાં ગુલાબ જળ કે ઘર ગથ્થુ ઇલાજ ના કરો આંખના રોગના નિષ્ણાંત તબીબ પાસે તાત્કાલીક પહોંચી જાવ. સમયસરની સારવાર ના મળે તો આંખને અંધાપો આવી શકે છે માટે કાળજી રાખવી જરૂરી છે.

(9:50 am IST)