Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

અનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર

મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભવા બદલ હ્રદયપૂર્વક તેમનો ખુબ ખુભ આભાર

 

નવી દિલ્હી :રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પહેલા સ્વીડિશ કંપની એરિક્સનને 550 કરોડમાંથી 458 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ત્યારે અનિલ અંબાણીએ પોતાના મોટા ભાઇ મુકેશ અંબાણીનો મદદ માટે આભાર માન્યો છે.

   રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં અનિલ અંબાણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મારા માનનીય મોટા ભાઇ મુકેશ અને નીતા અંબાણી દ્વારા મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભવા બદલ હ્રદયપૂર્વક તેમનો ખુબ ખુભ આભાર.

(12:00 am IST)