Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

#Metoo અભિયાનમાં ફસાયેલ ભાજપના અકબરની ‘હું પણ ચોકીદાર’ tweet પર ભડકી બૉલિવૂડ એક્ટ્રેસ

રેણુકા શહાણે લખ્યું ,,જો તમે ચોકીદાર છો તો કોઈ મહિલા સુરક્ષિત નથી

 

નવી દિલ્હી :આગામી લોકસભા ચૂંટણી પહેલા Twitter પર ‘Main Bhi Chowkidar’ હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી સહિત ભાજપના અગ્રણી નેતાઓએ ટ્વિટર પર પોતાનું નામ બદલી નાખ્યું છે. પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો છે

ટ્વિટર પર અભિયાન સાથે ભાજપના નેતા એમ.જે.અકબર પણ જોડાયા છે  જેમનું નામ વાદવિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે.

એમ.જે.અકબરે પોતાનું નામ બદલ્યું અનેચોકીદારઅભિયાન પર ટ્વિટ કર્યું, લખ્યું, “હું #MainBhiChowkidar અભિયાન સાથે જોડાઈને ગર્વ અનુભવી રહ્યો છું. દેશને પ્રેમ કરતી વ્યક્તિ હોવાના કારણે ભ્રષ્ટાચાર, ગંદકી, ગરીબી અને આતંકવાદને હરાવવા અને દેશને વધુ સારો, મજબૂત અને સુરક્ષિત બનાવવામાં હું સંપૂર્ણપણે સહયોગ આપીશ.”

ત્યારે બૉલીવુડ અભિનેત્રી રેણુકા શહાણે ટ્વીટ પર ભડકી છે રેણુકા શહાણે લખ્યું કે જો તમે ચોકીદાર છો તો કોઈ મહિલા સુરક્ષિત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે એમ.જે.અકબરે #Metooના તમામ આરોપોને જૂઠ્ઠા ગણાવી પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. પરંતુ ઓક્ટોબર 2018માં કેન્દ્રિય રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતું.

(12:00 am IST)