Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી : બે ડેપ્યુટી સીએમ પણ ચૂંટાયા :રાત્રે 11 વાગ્યે શપથ ગ્રહણ

પાર્રિકરના અંતિમ સંસ્કાર બાદ એક કલાકની અંદર ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણંય

 

પણજી: ગોવાના નવા મુખ્યમંત્રી પદે પ્રમોદ સાવંત અને બે ડેપ્યુટી સીએમની મોડીરાત્રે 11 વાગ્યે શપથવિધિ થશે ગોવાના મુખ્યમંત્રી મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર બાદ એક કલાકની અંદર ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ પર મહોર લાગી હતી

બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી હાજર હતા. ગોવામાં સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈ બંને ડેપ્યુટી સીએમ બનશે.

એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીનાં ધારાસભ્ય સુદીન ધવલીકરે પણ સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, ધારાસભ્યોની મરજી જાણ્યા બાદ ગોવામાં મુખ્યમંત્રી સાથે ડેપ્યુટી સીએમનો ફોર્મ્યુલો લાગુ કરાયો અને સાવંતને સીએમ બનાવાયા છે.

(12:00 am IST)
  • ગરીબ છાત્રોના શિક્ષણ માટે આખરે રાજ્ય સરકાર જાગી :તમામ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓ પાસેથી વિગતો મંગાવી... : ૨૨ માર્ચ સુધીમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓની સંખ્યા આપવાની રહેશે... એપ્રિલ માસમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયા થવાની સંભાવના... access_time 4:00 pm IST

  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST