Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

PNBને કરોડોનો ચૂનો લગાવનાર નીરવ મોદી સામે લંડનની કોર્ટે એરેસ્ટ વોરેન્ટ જાહેર કર્યું :ગમે તે ઘડીએ તોળાતી ધરપકડ

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ઈરેટ્સ વોરન્ટ ઇસ્યુ કરતા ધરપકડનો માર્ગ મોકળો

નવી દિલ્હી :પંજાબ નેશનલ બેંકને અબજો રૂપિયાનો ચૂનો લગાડીને નાસી જનારા હીરા કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નિરવ મોદીની વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યુ છે. જેથી ગમે તે ઘડીએ હવે નિરવ મોદીની ધરપકડ કરવામાં આવી શકે છે

નીરવ મોદી સામે ધરપકડ વોરેન્ટ જાહેર થઈ ગયું છે. લંડનની કોર્ટે નીરવ મોદી સામે અરેસ્ટ વોરેન્ટ જાહેર કરી દીધું છે. નીરવ મોદી પીએનબી કૌભાંડમાં આરોપી છે.

2018માં પીએનબી ફ્રોડ સામે આવ્યું હતું. હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેન્કની મુંબઈ શાખામાંથી ખોટી રીતે ગેરન્ટી પત્ર મેળવી વિદેશોમાં અન્ય ભારતીય બેન્કો પાસેથી લોન લીધી હતી. બંને આરોપી દેશ છોડીને બીજા દેશમાં રહી રહ્યા છે. સરકાર બંનેની પ્રત્યપર્ણના પ્રયત્નમાં લાગેલી છે.

રિટનના એક અખબારના રિપોર્ટ પ્રમાણે પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડમાં 56 કરોડ રુપિયા (80 લાખ પાઉન્ડ)ના આલીશાન ઘરમાં રહે છે અને નવા હીરાના વેપારમાં લાગ્યો છે.

(12:00 am IST)