Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

બીબીટીની વેબસાઇટ ઉપર સેકન્ડ હેન્ડ લકઝરી કાર ૨૦૧૬ના મોડલના રૂ.૨.૮૯ કરોડ

જો તમે મોંઘી અને લક્સરી કારોના શોખી છો તો તમને એકવાર 'બિગ બ્યોઝ ટોયસ (Big Boy Toyz) ની સાઇટ પર જવું જરૂર જવું જોઇએ. ફાસ્ટ લક્સરી કારોના શોખીન જતિન અહૂઝાએ 2009માં બિગ બોય્સ (BBT)ની શરૂઆત કરી હતી. કંપની Lamborghini, BMW, Aston Martin, Audi અને Bentley જેવી બ્રાંડની સેકેન્ડ હેન્ડ લક્સરી ગાડીઓની ખરીદી અને વેચાણ કરે છે. બીબીટીનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. આજે તેના ગ્રાહકોમાં શિલ્પા શેટ્ટી, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક અને હની સિંહ સામેલ છે.

કેટલી છે કિંમત

બીબીટીની વેબસાઇટ પર સેકેંડ હેન્ડ લક્સરી કારોની કિંમત જાણીને તમને આશ્વર્ય થશે. 2016 મોડલની લેમ્બોર્ગિની હુરાકન LP 610-4 સ્પાઇડરની કિંમત છે 2.89 કરોડ રૂપિયા. ગાડી ફક્ત 7000 કિલોમીટર ચાલી છે અને તેનું રજિસ્ટ્રેશન 2017માં થયું છે. 2012 મોડલની એસ્ટન માર્ટિન રેપિડ 1.09 કરોડ રૂપિયા મળી રહી છે. સાઇટ પર રોલ્સ રોયસની 2013 અને 2009 મોડલની બે ગાડીઓ 2.75 કરોડ રૂપિયા અને 2.49 કરોડ રૂપિયામાં મળી રહી છે. વેબસાઇટ પર હાલમાં કુલ 551 સુપર લક્સરી ગાડીઓ ઉપલબ્ધ છે.

6800 થી વધુ  ગ્રાહક

બીબીટીના અનુસાર અત્યાર સુધી તેના 6800થી વધુ ગ્રાહક છે અને તેમાં ઘણી મોટી સેલેબ્રિટીના નામ સામેલ છે. દેશમાં કંપનીના દિલ્હી, ગુરૂગ્રામ અને મુંબઇમાં ત્રણ શોરૂમ છે. બીબીટી પાસેથી ગાડી ખરીદવાના ઘણા ફાયદા છે, જેમ કે ગાડીની એનસીઆર તપાસ થઇ ચૂકી હોય ચે, નોન એક્સીડેંટલ કાર હોય છે, આરટીઓ ફિજિકલ ચેક થઇ ચૂકી હોય છે, કંપની બાય બેક એગ્રીમેંટ પણ કરે છે, ગ્રાહક વિશે જાણકારી ગોપનીય રહે છે, 6 મહિના અથવા 15000 કિલોમીટરની વોરંટી અને સર્વિસની પુરી સુવિધા કંપની આપે છે.

(12:00 am IST)