Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

રિઝર્વ બેન્ક ઓફ ‌ઇન્ડીયા દ્વારા IDBI બેન્કના નામના ફેરફારના પ્રસ્‍તાવને સમર્થન નહીં

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ આઇડીબીઆઇ બેંકના નામમાં ફેરફારના પ્રસ્તાવનું સમર્થન કર્યું નથી. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આઇડીબીઆઇ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગત મહિને બેંકનું નામ બદલીને એલઆઇસી આઇડીબીઆઇ બેંક અથવા એલઆઇસી બેંક કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારતીય જીવા નિગમના અધિગ્રહણ બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નામ બદલવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

નામ બદલીને આ રાખવાનો કર્યો હતો પ્રસ્તાવ

સૂત્રોના અનુસાર આરબીઆઇ, આઇડીબાઇ બેંકનું નામ બદલવાના પક્ષમાં નથી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એલઆઇસી આઇડીબીઆઇ બેંક લિમિટેડ નામને મહત્વ આપ્યું હતું. બીજા વિકલ્પના રૂપમાં એલઆઇસી બેંક લિમિટેડ નામ આપ્યું હતું. આઇબીઆઇ ઉપરાંત નામમાં ફેરફાર માટે કોર્પોરેટ કાર્ય મંત્રાલય, શેરધારકો, શેર બજારો સહિત અન્ય પાસેથી મંજૂરીની જરૂરિયાત હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે જાન્યુઆરીમાં સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની એલઆઇસીએ આઇડીબીઆઇ બેંકમાં નિયંત્રણકારી 51 ટકા ભાગીદારીનું અધિગ્રહણ પુરૂ કરી લીધું છે. ગત વર્ષે ઓગસ્ટમાં મંત્રીમંડળે બેંકના પ્રમોટર તરીકે એલઆઇસીને આઇડીઆઇ બેંકના નિયંત્રકારી ભાગીદારીના અધિગ્રહણની મંજૂરી આપી હતી.

(12:00 am IST)