Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ખાનગી મેસેજી સુરક્ષા મૂળભૂત આવશ્યતા હોવાથી વોટ્સઅેપ દ્વારા ફેક ન્યુઝ-વાયરલ થતા નકલી મેસેજ અટકાવવા કડક પગલા

દિલ્હી : વોટ્સએપએ ફેક ન્યૂઝ અને વાયરલ થયા નકલી મેસેજને ફેલાતા અટકાવવા માટે કડક પગલા ભર્યા છે. જો કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે હજુ પણ ઘણું કરવાનું બાકી છે. કંપનીના ભારતીય પ્રમુખ અભિજીત બોસએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની દ્રઢતાથી માને છે કે ખાનગી મેસેજની સુરક્ષા મૂળભૂત આવશ્યકતા છે.

મહત્વપૂર્ણ છે કે કેલિફોર્નિયાથી બહાર દેશમાં પહેલી ટીમ નિયુક્ત કરી અને બોસએ ઉમેર્યું હતું કે, કંપનીએ વાયરલ મેસેજને નિયંત્રિત કરવા માટે અને યૂઝર્સને જાગૃત કરવા માટે જે પ્રયત્નો કર્યા છે તેનાથી ઘણો ફરક પડ્યો છે. જો કે હજુ પણ ઘણુ કરવાનું બાકી છે અને કંપની તેના માટે સતત પ્રયત્ન કરી રહી છે. ભારતમાં 20 કરોડ માસિક સક્રિય યૂઝર્સ છે અને દુનિયાભરમાં વોટ્સએપના 1.5 અરબ યૂઝર્સ છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે હિંસાના અનેક કિસ્સા બન્યા હતા જેમાં વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજના કારણે સમસ્યા વકરી હતી. ત્યારબાદ કંપનીએ અનેક ફીચર એક્ટિવ કર્યા જેનાથી ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખી શકાય. જેમકે મેસેજને ફોરવર્ડ કરવાની ક્ષમતા માત્ર 5 કરી ઉપરાંત ફરીયાદ માટે અધિકારી નિયુક્ત કર્યા વગેરે.. બોસના જણાવ્યાનુસાર હવે કંપની વોટ્સએપના માધ્યમથી નાણાની લેતીદેતી કરવાની સુવિધા સંભવ કરવા માટે પ્રયત્ન કરી રહી છે.

(4:52 pm IST)