Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અેપલ કંપની ૨પમીઅે ટેલીવિઝન અને વીડિયો સ્ટ્રીમીંગ સર્વિસ લોન્ચ કરે તેવી સંભાવના

દિલ્હી : ટેક કંપનીએ એપલ 25 માર્ચના રોજ સ્ટીવ જોબ્સ થિયેટરમાં ટેલીવિઝન અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ કરે તેવી સંભાવના છે. કંપની તરફથી આ ઈવેન્ટ માટે મીડિયાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જો કે તેમાં ઓનલાઈન ટીવી સર્વિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 'ઈટ્સ શો ટાઈમ' નામની આ ઈવેન્ટ વિશે ચર્ચાઓ છે કે તેમાં હાર્ડવેર માટે નહીં સર્વિસ માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે.

એપલ તરફથી પોતાના કંટેન્ટ પાર્ટનર્સને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે તેથી અનુમાન છે કે 25 માર્ચની ઈવેન્ટમાં કોઈ મોટી ઘોષણા કરવામાં આવશે. નિષ્ણાંતોનું અનુમાન છે કે આ ઈવેન્ટ એપલ પોતાની સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ કરવા માટે કરી રહી છે. શક્ય છે કે આ સર્વિસ ગ્રાહકો માટે એપ્રિલના અંત સુધીમાં ઉપલબ્ધ પણ થઈ જશે.

મહત્વપૂર્ણ છે કે કંપનીએ ઘણા સમય પહેલા જ સ્પષ્ટ કર્યુ હતું કે તેઓ વીડિયો સર્વિસ લાવવાની યોજના કરી રહ્યા છે. તેના માટે કંપની 14 હજાર કરોડનો ખર્ચ કરશે અને તેના માટે ઓપ્રા વિનફ્રે જેવા અનેક સ્ટાર્સને સાઈન કરવાની વાત પણ હતી. એપલ ટીવી સર્વિસની વાત કરીએ તો તેને દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવશે. આ સર્વિસ શરૂ થવાથી તેની ટક્કાર નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમ સાથે થશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં આઈફોના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો તેથી હવે કંપની રેવન્યૂ વધારવા માટે ટીવી સર્વિસ પર ફોકસ કરી રહી છે.

એપલ ટીવી સર્વિસ ઉપરાંત એપલ સબ્સક્રિપ્શન આધારિત ગેમિંગ સર્વિસ એક્ટિવ કરવાની યોજના પણ બનાવી રહી છે. કંસોલ ગેમિંગમાં માઈક્રોસોફ્ટ અને સોની જેવા મોટા પ્લેયર પણ છે. પીસી ગેમિંગમાં હાલ પણ માઈક્રોસોફ્ટ આગળ છે. પરંતુ માત્ર મોબાઈલ ગેમિંગ એવું ક્ષેત્ર છે જેમાં ઘણી સંભાવનાઓ છે જેમાં એપલ ફોકસ કરી રહી છે.

(4:52 pm IST)