Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પ્રદુષણનાં કારણે વિશ્‍વમાં દર વર્ષે ૯૦ લાખ લોકોનાં મોત : ૪માંથી ૧ મૃત્‍યુ માટે પ્રદુષણ જવાબદાર : UNનો રીપોર્ટ

નૈરોબી: એકવીસમી સદીની શરૃઆતે વિશ્વને ટેક્નોલોજી અને વિકાસની સાથે સાથે પ્રદૂષણની પણ ભેટ આપી છે. સદીની શરૃઆતથી સંયુક્ત રાષ્ટ્ર સતત વધતા પ્રદૂષણને રોકવા વિવિધ દેશો સાથે મળીને પ્રયત્નો કરે છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાલમાં રજૂ કરાયેલા ' ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલૂક(જીઇઓ)' રિપોર્ટની વિગતો અને આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે.

રિપોર્ટ પ્રમાણે દૂનિયામાં સમય પહેલા થતાં દર ચારમાંથી એક મોત આથવા તો બિમારી માટે પ્રદૂષણ અને તેને થયેલુ નુકસાન જવાબદાર છે. વિશ્વના ૭૦થી વધુ દેશોના ૨૫૦ વૈજ્ઞાનાનિકોએ વર્ષના અભ્યોસના આધારે રિપોર્ટ બનાવ્યો છે. જેને કેન્યામાં ચાલતી સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ સભા દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો

જીવલેણ વાયુઓની સતત થઇ રહેલી ઉત્પતી, રસાયણોથી પ્રદૂષિત થયેલ પીવાનું પાણી અને પરિસ્થિતિ તંત્રને થઇ રહેલા નુકસાનને કારણે અબજો લોકોને અસર થઇ રહી છે. કરોડો લોકો રોગચાળો અને હાડમારી તરફ ધકેલાઇ રહ્યા છે. ઉપરાંત પ્રદૂષણને લીધે વિશ્વની અર્થ વ્યવસ્થાને પણ ગંભીર અસર થઇ છે.

સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યુ છે કે અમીર અને ગરીબ દેશો વચ્ચેની ખાઇ સતત મોટી થતી જાય છે. પ્રદૂષણ, વિકસીત દેશોમાં થતો ખાદ્યપદાર્થોનો બગાડ વિશ્વને ભૂખમરો, પ્રદૂષણ અને બિમારી તરફ લઇ જાય છે. સતત વધતા ગ્રીનહાઉસ વાયુઓ, દુષ્કાળ, પૂર, વાવાઝોડા, વધતું સમુદ્ર લેવલ બધુ પર્યાવરણને થયેલા નુકસાનનું પરિણામ છે. .યુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે હજુ પણ અંગે ગંભીરતાથી પગલા નહી લેવાય તા કરોડો લોકોનું ભવિષ્ય અંધકારમય હશે.

રિપોર્ટસમાં રજૂ કરવામાં આવેલ વૈશ્વિક મૃત્યુના આંકડાઓ ખરેખર આશ્ચર્યજનક છેપ્રદૂષણના કારણે વિશ્વભરમાં દર વર્ષે ૯૦ લાખ લોકોના મોત થાય છે. આંકડો તો વર્ષ ૨૦૧૫ નો છે. સતત નધી રહેલા પ્રદૂષણની સામે તેમાં પણ વધારો થઇ રહ્યો છે.

માત્ર વાયુ પ્રદૂષણના કારણે દૂનિયામાં ૬૦ થી ૭૦લાખ લોકોના મોત થતો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. સતત નધી રહેલા જંતુનાશક દવાઓના ઉપયોગના લીધે પણ જમીન, હવા અને પાણીના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે સતત વધતી ગંભીર પ્રકારની હિમારીએ પાછળનું મુખ્ય કારણ દવાઓ પણ છે.

પર્યાવરણ રિપોર્ટના ચોંકાવનારા આંકડાઓ

* પ્રદૂષણના કારણે દર વર્ષે ૯૦ લાખ લોકોના મોત

* વાયુ પ્રદૂષણના લીધે દર વર્ષે ૭૦ લાખ લોકોના મોત

* શુદ્ધ પીવાના પાણીના અભાવમાં વાર્ષિક ૧૪ લાખ લોકોના મોત

* જંગલોના આડેધડ વિનાશથી . અબજ લોકો પ્રભાવિત

* દૂનિયાના કુલ ખોરાકના ત્રાજા ભાગના ખોરાકનો બગાડ થાય છે

 આવનારા સમયમાં જળ પ્રદૂષણ ગંભીર બનશે

શુદ્ધ પીવાના પાણીના અભાવમાં વાર્ષિક ૧૪ લાખ લોકોના મોત થાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે આવનારા ત્રણ દશકોમાં સમસ્યા વધુ ગંભીર બનશે. પ્રદૂષણના કારણે પાણીની અંદર રહેલા બેક્ટેરીયા પણ પ્રતિરોધક બની જશે. જે કરોડો લોકોની મોતનું કારણ બનશે. સાથે સ્ત્રી અને પુરૃષ બંન્નેની પ્રજનન ક્ષમતા પર પણ ગંભીર અસર થશે. વધતી જતી વસતી સામે પીવાના શુદ્ધ પાણીની સમસ્યા વિકરાળ બનશે.

રિપોર્ટ રજૂ કરતાં સંયુક્ત જીઇઓએ જણાવ્યુ કે પર્યાવરણને બચાવવા આપણે બધાએ સાથે મળી તાત્કાલિક યોગ્ય પગલા લેવા પડશે. તે માટે સૌપ્રથમ આપણી જીવનશૈલી બદલવી પડશે. પર્યાવરણમાં આવતા બદલાવનું મુખ્ય કારણ પણ છે. જો આમ નહી કરવામાં આવે તો આવનારા દવિસો આપણા માટે બહુ ખરાબ હશે.ખાસ કરીનેે એશિયા, પશ્ચિમ એશિયા અને આફ્રિકાના દેશો માટે આવનારા દવિસોમાં પ્રદૂષણ  વધારે લોકોનો ભોગ લેશે.

વાયુ અને જળ પ્રદૂષણની સાથે સાથે રિપોર્ટમાં ખાદ્ય પદાર્થોના બેફામ બગાડ વિષે પણ માહિતી અપાઇ છે. એક બાજુ ગરીબ દેશો પોતાના લોકોનું પેટ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તો બીજી તરફ અમીર દેશોમાં સૌથી વધુ ખોરાકનો બગાડ થાય છે. વર્તમાન સમયમાં કુલ ખોરાકના ત્રાજા ભાગનો બગાડ થાય છે.જેમાં ૫૬ ટકા તો માત્ર અમીર દેશો બગાડ કરે છે. જો બગાડ રોકવામાં આવે તો ૨૦૫૦માં ઉભી થતી ખોરાકની માંગ ૫૦ ટકા ઘટી જશે. ઉપરાંત બગાડ રોકવાથી દૂનિયાભરમાં ઉત્પન થતાં ગ્રીન હાઉસ ગેસમાં ટકાનો ઘટાડો પણ થશે.

(3:08 pm IST)