Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પાકિસ્તાનની આતંકવાદ સમર્થનની નીતિનો વિરોધ હ્યુસ્ટનમાં અમેરિકન ભારતીયો દ્વારા વિશાળ પ્રદર્શન

પુલવામાં હુમલો એ ભારતની સાર્વભૌમિકતા પરનો હુમલો છે

હ્યુસ્ટન :પાકિસ્તાનની આતંકવાદને સમર્થન આપતી નીતિનો વિદેશોમાં પણ વિરોધ ઉઠ્યો છે અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય અમેરિકનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિશ્વ સમુદાયની અપીલ કરવામાં આવી  કે આતંકવાદને પોષવામાં અને પ્રોત્સાહન આપવામાં આપવામાં પાકિસ્તાનની મુખ્ય ભૂમિકા હોવાની બાબતનો સમગ્ર વિશ્વમાં પ્રચાર થવો જોઇએ.પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર થઇ રહેલા હુમલાઓ બાબતે પણ પાકિસ્તાની સરકારની ટીકા કરાઈ હતી

અંદાજે ૩૦૦થી પણ વધુ ભારતીય અમેરિકનોએ હ્યુસ્ટનના મહત્વના વિસ્તારોમાં રેલી કાઢી પ્રદર્શન કર્યુ હતું. જેમાં 'ગ્લોબલ ટેરરિસ્ટ સ્ટેટ - પાકિસ્તાન', 'કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે', 'પાકિસ્તાને લઘુમતીઓ વિશે વિચારવાની જરૃર છે', 'પાકિસ્તાને કાશ્મીરી પંડિતો, હિન્દુઓ અને શીખોની કત્લેઆમ કરી છે' જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ સૂર હતો કે પુલવામાં હુમલો એ ભારતની સાર્વભૌમિકતા પરનો હુમલો છે.

   આ રેલી પહેલા હ્યુસ્ટનમાં ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરા અનએ ફ્રેન્ડ્ઝ ઓફ ઇન્ડિયા સોસાયટી દ્વારા  જમાં આ બન્ને સંગઠનો વતી ડૉ. વીણા અંબરાડારે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનની બેધારી નીતિના કારણે છેલ્લાં ૩૦ વર્ષથી કાશ્મીરી પંડિતો ઘરવિહોણા અને હિજરતી બન્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન આતંકવાદી દેશ છે અને તેને આતંકવાદી પ્રવૃત્તિમાંથી આર્થિક લાભ મળી રહ્યા છે. અન્ય દેશોમાં આતંકવાદની નિકાસ કરવામાં પણ તેની એટલી જ ભૂમિકા છે. જેના કારણે વૈશ્વિક શાંતિ પર ખતરો ઉભો થયો છે.

(3:17 pm IST)