Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ન્યૂઝીલેન્ડના ડ્યૂનીડેન એરફિલ્ડમાં પર શંકાસ્પદ પેકેટ મળતા દોડધામ :એરપોર્ટ બંધ કરાયું

પોલીસ તેમજ ફોરેન્સિક નિષ્ણાતો પહોંચ્યા: વેલિંગટ્નથી આવેલી એર ન્યુઝીલેન્ડની ફલાઇટે આકાશમાં એક કલાક લાગવ્યા ચક્કર

ન્યુઝીલેંડના ડ્યૂનીડેન એરફિલ્ડમાં એક શંકાસ્પદ પેકેટ મળી આવતા દોડધામ મચી જવા પામી છે એરફિલ્ડમાં એક શંકસ્પદ પેકેટ મળી આવતા ન્યુઝીલેન્ડ પોલીસે ડયુનિડેન એરપોર્ટને બંધ કરી દીધો હતો. 'ડયુનિેડન એરપોર્ટ બંધ કરાયો છે હાલમાં પોલીસ તેમજ ફોરેન્સિક નિષ્ણાતો પહોંચી ગયા છે જેઓ શોધી કાઢશે કે પેકેટમાં શું છે'એમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

 ક્રાઇસ્ટચર્ચની બે મસ્જીદોમાં ઘુસી નમાઝ પઢી રહેલા લોકો પર બેફાન ગોળીબાર કરી ૪૯ જણાની હત્યા કરનાર ડયુનિડેનનો જ રહેવાસી હોવાથી આખા દેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યો બતો. ઘટના સ્થળેથી એર ન્યુઝીલેન્ડના એક અધિકારીએ પોતાની ઓળખ છુપાવીને કહ્યું હતું કે ટર્મિનલ ઇમારતને ખાલી કરાઇ નથી.

મોડી સાંજે આ પેકેટ જોવા મળ્યું હતું અને ત્યાં સુધી આ એર્રોપોર્ટ પર ખૂબ ઓછી ફલાઇટ આવવાની હતી એટલે જોખમ ઓછો હતો. ટ્રેકર ફલાઇટવેર અનુસાર, વેલિંગટ્નથી આવેલી  એર ન્યુઝીલેન્ડની ફલાઇટ ૬૯૧ તેના ગંતવ્ય સ્થાને પહોંચે તેની પહેલા લગભગ એક કલાક સુધી આકાશમાં ચક્કર મારતી રહી હતી.

   
(2:18 pm IST)