Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પરવેઝ મુશરર્ફનો ગંભીર બીમારી : દુબઈની હોસ્પિટલમાં દાખલ

એમીલોઇડોસિસથી પીડિત મુશર્ર્ફને દવાના રિએક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા :શરીરમાં ખુબ નબળાઈ :ઉભા થવામાં અને ચાલવામાં તકલીફ

નવી દિલ્હી :પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફને દુબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુશર્રફ ગંભીર બીમારીથી પીડિત છે. ડૉન ન્યૂઝ પેપરમાં હેવાલ મુજબ મુશર્રફની પાર્ટીએ જણાવ્યું કે, તેમની સારવાર પહેલાથી જ ચાલી રહી હતી પરંતુ તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    આ માહિતી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એપીએમએલ)ના સેક્રેટરી જનરલ અદમ મલિકે આપી હતી. એપીએમએલના ઓવરસિઝ પ્રમુખ અફલાલ સિદ્દીકીએ જણાવ્યું કે, મુશર્રફ એમીલોઇડોસિસથી પીડિત છે, જેની દવા ચાલી રહી છે. આ દવાના રિએક્શનને પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મુશર્ફની બીમારી અંગે ગત મહિને ઓક્ટોબરમાં માહિતી મળી હતી. જેની સારવાર માટે મુશર્રફને દર ત્રણ મહિને લંડન લઈ જવા પડતા હતા

  . સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બીમારીને કારણે તેમનું શરીર સતત નબળું પડી રહ્યું છે. સિદ્દીકીએ જણાવ્યું કે, આ બીમારીને કારણે પાચન બાદ વધેલું પ્રોટિન શરીરમાં જમા થવા લાગે છે. જેના પરિણામે મુશર્રફને ઉભા થવામાં તેમજ ચાલવામાં તકલીફ પડી રહી છે.

   હકીકતમાં માર્ચ 2014માં મુશર્રફ ઉપર વર્ષ 2007માં સંવિધાન ભંગનો આરોપ લાગ્યો હતો. જે બાદમાં તેઓ 2016માં સારવાર માટે દુબઈ ચાલ્યા ગયા હતા, જે બાદથી તેઓ પાકિસ્તાનમાં પરત નથી ફર્

(12:56 pm IST)