Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નવી દિલ્હીમાં મંગળ- બુધ વાતાવરણ બદલાશેઃ જોરદાર પવન સાથે હળવો વરસાદ પડશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ થશેઃ હવામાન ખાતુ

નવી દિલ્હી,તા.૧૮: આ સપ્તાહમાં રાજધાનીનું વાતાવરણ ફરી બદલાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમી પવનોના પગલે મંગળ અને બુધવારે પવનના જોર વચ્ચે સામાન્ય વરસાદની સંભાવના છે. વિજળીના કડાકા- ભડાકા થવાની પણ શકયતા છે.

માર્ચ મહિનાનો મધ્યાંતર ચાલુ છે. આમ છતાં પણ ઠંડી વિદાયનું નામ લેતી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન નોર્મલની નીચે જ જોવા મળે છે. ગઈકાલે રવિવારે ૨૮.૬ ડીગ્રી તાપમાન નોંધાયુ જે મહતમ નોર્મલ તાપમાનથી બે ડીગ્રી નીચુ છે. ન્યુનતમ તાપમાન ૧૩.૮ ડીગ્રી છે જે નોર્મલથી ત્રણ ડીગ્રી નીચુ છે. આજે ન્યુનતમ તાપમાન ૧૩ ડીગ્રી અને મહતમ તાપમાન ૨૯ ડીગ્રી તેમજ આવતીકાલે ન્યુનતમ તાપમાન ૧૫ ડીગ્રી અને મહતમ તાપમાન ૨૯ ડીગ્રી આસપાસ રહેવાની શકયતા દર્શાવાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજધાનીનું મોસમ ફરી એકવખત બદલાઈ શકે છે. આવતીકાલે ઉતર ભારતના પહાડી વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળશે. પરંતુ તેની અસર દિલ્હીમાં પણ થશે. આવતીકાલે મંગળવારે અને બુધવારે તોફાની પવન સાથે હળવા વરસાદની સંભાવના દર્શાવાઈ છે.

(11:32 am IST)