Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પ્રિયંકાની ગંગા- યાત્રાનો પ્રયાગરાજથી પ્રારંભ

જળમાર્ગ, બસ-ટ્રેન અને પદયાત્રા દ્વારા લોકોનું મન જાણશેઃ ગંગાજીનો સહારો લઈ તમારી વચ્ચે આવી છું

નવી દિલ્હી : પૂર્વીય ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે સોમવારથી પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી પોતાની ગંગા બોટ યાત્રાનો પ્રારંભ કરી રહેલ છે. પ્રિયંકા ગાંધીની ગંગા બોટ યાત્રા પ્રયાગરાજથી શરૂ થઇને પીએમ મોદીનાં સંસદિય મત વિસ્તાર વારાણસીમાં પુર્ણ થશે.    પોતાની ગંગા યાત્રા નાવ પે ચર્ચા પહેલા પ્રિયંકા ગાંધીએ યુપીની જનતાને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં પ્રિયંકા ગાંધીએ જણાંવ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મને પૂર્વીય યુપીની જવાબદારી સોંપી છે. યુપીનાં લોકો સાથે મારો જુનો પુરાણો સંબંધ છે. તમારી સાથે મળીને યુપીની રાજનિતીમાં પરિવર્તન લાવવાની જવાબદારી એક સૈનિક તરીકે મને સોંપવામાં આવી છે.

   પ્રિયંકાએ યુપીની જનતાને કહ્યું છે કે, તમારી વાત સાંભળ્યા વગર પરિવર્તન થઇ શકે નહિં. જેથી હું તમારી  પાસે આવી છું. હું જળમાર્ગ,બસ,ટ્રેન અને પદયાત્રાનાં માધ્યમથી આપની સાથે સંપર્ક કરીશ.

   પોતાનાં પત્રમાં પ્રિયંકા ગાંધીએ ગંગાને સત્ય અને સમાનતાનાં પ્રતિક તરીકે ગણાવી જણાંવ્યું છે કે તે કોઇ સાથે ભેદભાવ કરતી નથી. ગંગાજી ઉત્તર પ્રદેશનો સહારો છે, હું ગંગાજીનો સહારો લઇને તમારી સૌની વચ્ચે આવી છું.

(11:27 am IST)