Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પોતે વર્ષો સુધી સત્તા ભોગવી હવે પોતાના લાડલાઓ માટે ધમપછાડા કરે છે દિગ્ગજો

૯ મોટા રાજ્યોમાં લગભગ ૮૦ એવા નામ સામે આવ્યા છે જે નેતાઓના પુત્ર-પુત્રી-પત્ની કે સગા છે

નવીદિલ્હી તા.૧૮: દેશના વિભિન્ન રાજ્યોમાંથી કેન્દ્ર સુધીના રાજકારણીઓ પહેલા પોતે વર્ષો સુધી સત્તાનો આનંદ લીધો હવે તે જ નેતાઓ લોકસભાના દ્વારા રાજકારણમાં પોતાનો વંશવેલો આગળ ધપાવવા તેૈયાર છે. પોતાના પુત્ર, પુત્રી અને બીજા સગાઓને લોકસભામાં પહોંચાડવા માટે આ નેતાઓ ટીકીટની લોબિંગમાં લાગી ગયા છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સહિત નવ મોટા રાજ્યોમાં લગભગ ૮૦ એવા સંભવિત ઉમેદવારોના નામો બહાર આવ્યા છે જે કોઇને કોઇ મોટા નેતાના સગા છે.

જો કે આ કંઇ પહેલીવાર નથી બનીરહ્યું. ૨૦૦૯ની લોકસભામાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના બધા સંસદ સભ્યો, ૪૦ વર્ષથી ઓછી ઉંમરના ૬૭ ટકા સાંસદ અને ૫૪૩ માંથી ૧૫૦ સાંસદો કોઇને કોઇ મોટા નેતાના સગા હતા.

આજ રીતે ૨૦૧૪ની લોકસભામાં ૩૦ વર્ષથી ઓછી વયના ૭૫ ટકા, ૩૦ થી ૪૦ વર્ષની વયના ૫૦ ટકા અને ૫૪૩ માંથી ૧૩૦ સાંસદ સગાવાદને કારણે આવ્યા હતા.(૧.૮)

કેટલા સગાઓ ચૂંટણીની દોડમાં

રાજ્ય

ભાજપા

કોંગ્રેસ

અન્ય

રાજસ્થાન

૧૨

-

મધ્યપ્રદેશ

૧૩

-

છતીસગઢ

-

-

કર્ણાટક

-

હરિયાણા

-

-

ઉત્તર પ્રદેશ

બિહાર

ઓરિસ્સા

તમીલનાડુ

-

(11:24 am IST)