Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ચૂંટણી જંગ-૨૦૧૯

પ્રાંતવાદ ચાલશે કે રાષ્ટ્રવાદનો ચાલશે જાદુ?

પ.બંગાળ-તલંગણા-ઓડિશા-આંધ્ર-તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનો દબદબોઃ પ રાજ્યોની ૧૪૪ બેઠકો છે

નવી દિલ્હી તા.૧૮: લોકસભા ચૂંટણીમાં ભલે રાષ્ટ્રવાદનો મુદ્દો આગળ હોય પણ દક્ષિણ ભારતીય અને બિનહિન્દીભાષી રાજ્યોમાં પ્રાતંવાદનો મુદ્દો ઉપર રહેવાની શકયતા વધારે છે.

રાજકીય વિશ્ લેષકોનું કહેવું છે કે દક્ષિણી અને બિનહિંન્દી રાજયોના સ્થાનિક પક્ષો તથા ઉત્તર ભારતના સ્થાનિક પક્ષોમાં મોટો ફરક છે. એટલે  બધા રાષ્ટ્રિય મુદ્દા છતાં આ રાજ્યોમાં પ્રાંતવાદ આગળ રહે છે. આ વખતે પણ પરિસ્થિતિમાં બહુ ફેરફાર થવાની શકયતા નથી. લોકસભાની છેલ્લી ચૂંટણી જોઇએ દક્ષિણી રાજ્યોમાં સ્થાનિક પક્ષો આગળ રહયા હતા.

મોદી લહેર હોવા છતાં પણ તામિલનાડુમાં ૩૯માંથી ૩૮ બેઠકો અન્નાદ્રમુકે જીતી હતી. પશ્ચિમ બંગાળમાં ૪૨માંથી ૩૪ બેઠકો તૃણમુલે જીતી, ઓરિસ્સામાં બીજદએ ૨૧માંથી ૨૦ બેઠકો મેળવી હતી. તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં પણ સ્થાનિક પક્ષો ટીઆરએસ, તેલુગુ દેશમ પાર્ટી તથા વાયએસઆર કોંગ્રેસ આગળ રહયા.

મહારાષ્ટ્રમાં ભાજપાએ લગભગ ૨૨ બેઠકો મેળવી, ત્યાં તેને શિવસેના સાથે જોડાણનો લાભ મળ્યો જયારે કર્ણાટકમાં જેડીએસ સિવાય કોઇ બીજો મોટો સ્થાનિક પક્ષ ન હોવાનો લાભ ભાજપાને મળ્યો. બીજીબાજુ ઉત્તર ભારતના તમામ મોટા સ્થાનિક પક્ષો સપા, બસપા, રાજદ, જદ વગેરેને મોદી લહેરમાં નુકસાન થયું હતું. હવે જયાારે લોકસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે ઉત્તર ભારતના સ્થાનિક પક્ષો આપસમાં અથવા રાષ્ટ્રિય પક્ષો સાથે જોડાણ કરી રહયા છે.

ઉત્તર ભારતમાં આ વખતે એનડીએ અને યુપીએ વચ્ચે ટક્કર છે. એટલે દક્ષિણના અને બિન હિન્દી ભાષી રાજ્યોના પરિણામો મહત્વપૂર્ણ બનવાના છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ભાજપાને વધારે આશા છે.

(10:09 am IST)