Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પાકિસ્તાન 2025 બાદ ભારતનો હિસ્સો હશે : મકાન ખરીદી અને ધંધો પણ કરી શકશું :સંઘના નેતા ઇન્દ્રેશ કુમારનો દાવો

ભવિષ્યમાં યૂરોપિયન યૂનિયનની જેમ યૂનિયન ઑફ ઇન્ડિયા, અખંડ ભારત બનાવીશું

નવી દિલ્હી :સંઘના નેતા ઇન્દ્રેશ કુમારે મોટું નિવેદન આપ્યું છે ઇન્દ્રેશકુમારે કહ્યું કે પાકિસ્તાન 2025 બાદ ભારતનો હિસ્સો હશે. ' કશ્મરી- આગળનો માર્ગ' વિષય પર યોજાયેલી સભામાં તેમણે  જણાવ્યું હતું કે તમે લખી રાખો આગામી 5-7 વર્ષમાં તમે કરાંચી, રાવલપિંડી, સિલાયલકોટમાં મકાન ખરીદશો અને ધંધો પણ કરશો.

   ઇંદ્રેશ કુમારે જણાવ્યું હતું કે ' 1947 પહેલાં પાકિસ્તાન નહોતું. લોકો કહે છે કે 1945 પહેલાં હિંદુસ્તાન જ હતું. 2025 બાદ પાકિસ્તાન હિંદુસ્તાન થવાનું છે. ભારત સરકારે પહેલી વાર કાશ્મીર મુદ્દે સખત લાઇન લીધી છે. કારણ કે સેના રાજકીય ઇચ્છાશક્તિના આધારે કામ કરે છે. તેથી આપણે સપનું જોઈ શકીએ છીએ કે લાહોરમાં જઈને બેસીસું અને માનસરોવર જાવા માટે ચીન પાસે પરવાનગી નહીં માંગવી પડે. ઢાકામાં આપણે સરકાર બનાવી છે.આપણે ભવિષ્યમાં યૂરોપિયન યૂનિયનની જેમ યૂનિયન ઑફ ઇન્ડિયા, અખંડ ભારત બનાવીશું.
    ઇંદ્રેશ કુમારે કહ્યું હતું કે આપણે ડોકલામમાં એક પણ ગોળી છોડ્યા વગર ચીનને હરાવ્યું તેના કારણે ચીન પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે અને મસૂદ અજહર સહિતના મુદ્દે પાકિસ્તાનની પડખે ઊભું છે

(12:00 am IST)