Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભારત અને પાકે મિસાઇલો ઝીંકવાની ધમકી આપી હતી

એક વખતે બંને દેશો યુદ્ધની નજીક પહોંચ્યા : અમેરિકાની દખલગીરીથી મોટાથી ખતરાને ટાળી દેવાયો

નવી દિલ્હી, તા. ૧૭ : પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરાયા બાદ અને ત્યારપછી જવાબી કાર્યવાહીમાં બાલાકોટમાં જૈશના સૌથી મોટા અડ્ડા ઉપર ભારતે હવાઈ હુમલા કર્યા બાદ ભારત અને પાકિસ્તાન એક વખતે યુદ્ધના અણીએ પહોંચી ગયા હતા. બંને દેશોએ એકબીજા ઉપર મિસાઇલો ઝીંકવાની ધમકી પણ આપી હતી પરંતુ અમેરિકાની દરમિયાનગીરીના કારણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું સંકટ ટળી ગયું હતું. આ સનસનાટીપૂર્ણ દાવો હવે કરવામાં આવ્યો છે. સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટન સહિત અમેરિકાના ટોચના અધિકારીઓની દરમિયાનગીરી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટુ સંઘર્ષ ટળી ગયું હતું. નવીદિલ્હી, ઇસ્લામાબાદ અને વોશિંગ્ટનમાં રાજદ્વારી સુત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, એક સમયે ભારતે પાકિસ્તાન પર છ મિસાઇલો ઝીંકવાની ધમકી આપ હતી. પાકિસ્તાને પણ વળતો હુમલો કરવાની ધમકી આપી હતી. બાલાકોટમાં આતંકવાદી હુમલા પર હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ ૨૭મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાન અને ભારતના યુદ્ધ વિમાનો વચ્ચે આકાશમાં વિમાનો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ ત્યારે તંગદિલી વધી ગઈ હતી. આ ગાળા દરમિયાન ભારતીય હવાઈ દળના એક પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજામાં જતા રહ્યા હતા. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના વડા આસીફ મુનિરને ફોન કરીને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, અભિનંદનના કબજામાં હોવા છતાં ભારત પોતાના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં પીછેહઠ કરશે નહીં. દોભાલે મુનિરને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભારતની લડાઈ એવા ત્રાસવાદી સંગઠનો સામે છે જે પાકિસ્તાની જમીન ઉપર ખુલ્લી રીતે ચાલી રહ્યા છે. પાકિસ્તાન સરકારના એક મંત્રીની સાથે પણ વાતચીત થઇ હતી. ભારતે પાકિસ્તાનની અંદર નક્કી કરવામાં આવેલા સ્થળ પર છ મિસાઇલો ઝીંકવાન ધમકી આપી હતી. પાકિસ્તાની મંત્રીએ ટોચની સમાચાર સંસ્થાને કહ્યું છે કે, પાકિસ્તાન તરફતી પણ વળતા હુમલાની ધમકી આપવામાં આવી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અજિત દોભાલની ઓફિસથી કહેવામાં આવ્યું હતું કે, કઠોર કાર્યવાહી યથાવતરીતે જારી રાખવામાં આવશે. જે વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિસ્ફોટક બિંદુએ પહોંચી ગયા હતા ત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હનોઇમાં તા અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોન સાથે તેમની સાથે પરમાણુ સમજૂતિને લઇને વાત કરી રહ્યા હતા. પરમાણુ હથિયારોને નષ્ટ કરવાના મુદ્દા ઉપર વાતચીત કરી રહ્યા હતા. ૨૭મી ફેબ્રુઆરીની રાત્રે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોલ્ટન અને દોભાલ વચ્ચે વાતચીત થઇ હતી. આ ઉપરાંત ૨૮મી ફેબ્રુઆરીના દિવસે પણ બંને વચ્ચે વાતચીત થઇ હતી. સ્થિતિ વધારે ન બગડે તે માટે નવી દિલ્હીમાં પશ્ચિમી રાજદ્વારી સક્રિય થઇ ગયા હતા. મોડેથી અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિઓ જે પોતે હનોઇમાં તા તેમણે વાતચીતને હળવી કરવાના પ્રયાસ કર્યા હતા.

(12:00 am IST)