Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પ્રિયંકા ગાંધી માત્ર હવા છે,ચૂંટણી પછી ઉડી જશે : સપા -બસપા ગઠબંધન વિવાદોમાં,ભાજપને કોઈ અસર નહિ :યોગીનો દાવો

ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાએ ગઠબંધન કર્યા બાદ કોંગ્રેસ મહાગઠબંધનમાં એકલી પડી ગઇ હતી. જો કે રાહુલ ગાંધીએ યુપી પર ધ્યાન કેન્દ્રિત કરીને બહેન પ્રિયંકાને પૂર્વીય યુપીની કમાન સોંપી હતી. જો કે યુપીનાં સીએમ યોગી આદિત્યનાથે જણાંવ્યું કે પ્રિયંકા ગાંધી માત્ર હવા છે. ચૂંટણી પછી આ હવા ઉડી જશે.

   ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાત કરતાં જણાંવ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રા રાજનિતીમાં આવવાથી ભાજપને કોઇ અસર નહિ થાય.ગઠબંધન મામલે તેમણે જણાંવ્યું કે તે પહેલા થી જ વિવાદોમાં સપડાયું છે. પ્રિયંકા ગાંધી માત્ર એક હવા છે.

(8:34 am IST)