Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મથુરાના ફક્કડ બાબા રામાયણી’ 16 વખત ચૂંટણી લડ્યા અને હાર્યા છતાં ઉત્સાહ ઓછો નથી :હવે 17માંની તૈયારી

બાબા 20મી વાર ચૂંટણીમાં જીત મેળવશે : ગુરૂની આ વાત પર અડગ વિશ્વાસ

મથુરાના ફક્કડ બાબા રામાયણી, તેઓ અત્યાર સુધી 16 વખત ચૂંટણીમાં લડ્યા છે. જોકે એક પણ વખત જીત મેળવી નથી. પરંતુ તેનાથી બાબાનો ઉત્સાહ ઓછો થયો નથી. ફક્કડ બાબા આ વખતે ફરી મેદાનમાં છે અને લોકસભા ચૂંટણી 2019માં પણ લડશે.

    વર્ષ 1976થી સતત લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં નિષ્પક્ષરીતે ચૂંટણી લડનાર મથુરાના ફક્કડ બાબા રામાયણી એકવાર ફરી મથુરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીમાં લાગેલા છે. તેઓ આઠ વખત વિધાનસભા અને આઠ વખત લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે દર વખતે હાર મળ્યા છતાં તેમને તે વાતનું કોઈ દુ:ખ નથી

 

ફક્કડ બાબાને પોતાના ગુરુના તે વચન પર આજે પણ એટલો જ વિશ્વાસ છે. જેમાં તેમણે કહ્યું હતું કે બાબા 20મી વાર ચૂંટણીમાં જીત મેળવશે. બાબાએ જણાવ્યું કે ભક્ત અને સમર્થકોએ આ વખતે ચૂંટણી માટે પૈસા આપ્યા છે.

25 હજાર રૂપિયા જમા થઈ ચૂક્યા છે અને હું લોકસભા ચૂંટણી જરૂર લડીશ. ફક્કડ બાબાની જેમ એક જોંગેદર સિંહ ઉર્ફ ધરતી પકડ પણ હતા. 1962થી 1998 સુધી તે 25 વાર ચૂંટણી હાર્યા. 1998માં તેમનું મોત નીપજ્યુ

(12:00 am IST)