Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

યુપીમાં યોગીરાજ સામે અપનાદળએ વિરોધી સુર ઉઠાવ્યા રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વોટિંગનો નિર્ણંય કરશે ?

 

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં યોગીરાજ સામે કેબિનેટમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભર દ્વારા વિરોધી સુર ઉઠાવ્યા બાદ અપના દળે પણ સરકાર સાથે નારાજ હોવાનાં અહેવાલો છે.યૂપીમાં 9 ધારાસભ્યોવાળું દળ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ વોટિંગનો નિર્ણય લઇ શકે છે સુત્રોના જણાવ્યા મુજબ અપના દળનાં ઘણા ધારાસભ્ય ઉત્તરપ્રદેશમાં યોગી સરકારનાં કામકાજથી નાખુશ છે. રાજ્યસભા ચૂંટણી મુદ્દે એનડીએની સહયોગી પાર્ટી અપના દળ પોતાનાં નવ ધારાસભ્યોની સાથે બેઠક કરવાનાં છે.

   કેન્દ્રીય સ્વાસ્થય રાજ્યમંત્રી અને અપના દળનાં નેતા અનુપ્રિયા પટેલ પતાનાં ધારાસભ્યોની સાથે બેઠક કરશે. બેઠકમાં નક્કી કરવામાં આવશે કે રાજ્યસભા ચૂંટણીમાં એનડીએ પક્ષમાં વોટિંગ કરશે કે અન્ય દળ માટે. બીજી તરફ અપના દળ પણ સુહેલ દેવ ભારતીય સમાજ પાર્ટીનાં અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરની જેમ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મત્ત નહી આપવાનો નિર્ણય લે છે તો ભાજપ માટે યુપીથી 9માં રાજ્યસભા ઉમેદવારને જીતવો શક્ય નહી બને.

    અત્રે ઉલ્લેખનીય છે કે, યોગી સરકારમાં સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં અધ્યક્ષ અને યોગી કેબિનેટમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પોતાની સરકાર પર મોટો હૂમલો કર્યો છે. રાજભરે આરોપ લગાવ્યો કે હાલની યુપી સરકાર માત્ર મંદિરો પર ધ્યાન આપી રહ્યા છે. જે ગરીબોએ તેને મત્ત આપ્યો તેમનાં પર સરકાર ધ્યાન નથી આપી રહી

(12:05 am IST)