Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ભારતીય યુઝર્સના વોટ્સએપ ગ્રુપમાં ચીનના હેકર્સનો ઘૂસણખોરી ?:સેનાએ આપી ચેતવણી

ચીનના હેન્કર્સના કરતૂતોનો પર્દાફાશ કરતો વિડિઓ શેર કરાયો

 

બેંગ્લુરુ ;ભારતીય યુઝર્સના વોટ્સએપમાં ચીનના હૅકર્સનો ખતરો મંડરાયેલો છે અને વોટ્સએપ ગ્રુપમાં ઘૂસણખોરી કરીંને ચોરી કરાયેલ માહિતી ચીનના હેકર્સો સુધી પહોંચી રહ્યાંનો ચોંકવનારો ખુલાસો થયો છે ચીનનાં હેકર્સ ભારતીય યૂઝર્સનાં વ્હોટ્સએપ એકાઉન્ટને હેક કરી રહ્યા છે. ભારતીય સેનાએ ચીનનાં હેકર્સોની કરતૂતને ઉજાગર કરતા એક વીડિયોને જાહેર કર્યો છે.

  સેનાએ લોકોને આગાહ કર્યો છે કે તેઓ સોશિયલ મેસેન્જર એપ્સને સાવધાની અને સુરક્ષિત રીતે ઉપયોગ કરે. લગભગ 4 મહિના પહેલા સેનાએ લાઇન ઓફ એક્યૂલ કંટ્રોલ (LAC) પર તૈનાત સૈનિકોને વ્હોટ્સએપ સહિત ઘણી ખતરનાક એપ્સનો ઉપયોગ કરવાને લઇ ચેતવણી આપી હતી.

   ભારતીય સેનાએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ એડિશનલ ડાયરેક્ટરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ટરફેસ (ADGPI)થી કરેલ ટ્વીટમાં સોશિયલ મીડિયા યૂઝર્સને હેકીંગનાં ખતરા પ્રત્યે ચેતવ્યા છે. ટ્વીટમાં રક્ષા મંત્રાલયને પણ ટેગ કર્યું હતું. ભારતીય સેનાએ ટ્વીટ કર્યુ હતું કેસાવચેત રહો, સાવધાન રહો,સલામત રહો.ભારતીય સેના સોશિયલ મીડિયાના યોગ્ય તેમજ નિયમબદ્ધ એકાઉન્ટને પ્રોત્સાહિત કરે છે. હેકીગ જોર પર છે, તેમના માટે છે જે સાવધાન છે. પોતાના સોશિયલ મીડિયાને હંમેશા ચેક કરો. વ્યક્તિગત તથા ગ્રુપ એકાઉન્ટ વિશે સાવધાન રહો, સુરક્ષિત રહો.’

   ADGPI એક વીડિયો શેર કર્યો છે જેમા કહેવાયુ છે કે, ‘ચીન તમાપી ડિઝિટલ દુનિયામાં ઘૂષણખોરી કરવા માટે ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. વ્હોટ્સએપ ગ્રુપ તમારા સિસ્ટમમાં સેંધ લગાવાનું અને હેકીંગનું એક નવું હથિયાર છે. +86થી શરૂ થયેલા ચાઇનિઝ નંબર તમારા ગ્રુપમાં ઘૂષણખોરી બાદ તમામ ડેટાની ચોરી કરવાનું શરૂ કરે છે.’

   સેનાએ સૌને સાવચેત રહેવાની સલાહ આપી છે અને અપીલ કરી છે કે, તેઓ પોતાના ગ્રુપની નિયમિત રૂપે તપાસ કરતા રહે ક્યાંક +86થી શરૂ થનારા નંબર ક્યાંય તમારા ગ્રુપમાં તો સામેલ નથી. વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, ‘જો તમે સિમકાર્ડ ચેન્જ કરો છો તો તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરો. વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે વ્હોટ્સએપ ગ્રુપમાંથી ચોરી કરેલ માહિતી ચીનનાં હેકર્સ પાસે પહોંચી રહી છે.’

(10:05 pm IST)