Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

૨૦૧૪માં લાપત્તા થયેલ ૨૩૯ યાત્રિકો સાથેનું મલેશિયન વિમાન મોરેશિયસ સ્‍થિત રાઉન્‍ડ આઇલેન્ડના દક્ષિણ ભાગથી ૧૦ કિ.મી. દૂર સમુદ્રની અંદર હોવાનો દાવો

સિડનીઃ ૨૦૧૪માં ૨૩૯ યાત્રિકો સાથેનું મલેશિયન વિમાન ેઅમઅેચ-૩૭૦ લાપત્તા થયા બાદ આ વિમાન મોરેશિયસના સમુદ્રની અંદર હોવાનો દાવો ઓસ્‍ટ્રેલિયન મિકેનીકલ અેન્જિનિયરે કર્યો છે.

8 માર્ચ 2014ના રોજ કુઆલાથી પઇચિંગ જઇ રહેલ મલેશિયન એરલાઇન્સનું આ વિમાન રસ્તા વચ્ચે જ લાપતા થઇ ગયુ હતું. આ વિમાનમાં 239 યાત્રી સવાર હતાં. આ વિમાનને શોધવા માટે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં આ અંગે કોઇ જાણકારી આપવામા આવી નથી.

જોકે, ઘટનાનાં 4 વર્ષ બાદ એક ઓસ્ટ્રેલિયન મેકેનિકલ એન્જીનિયર પીટર મૈકમેહોને દાવો કર્યો છે કે, તેણે આ પ્લેનને શોધી કાઢ્યુ છે. પીટરે ક્રેશ ઇન્વેસ્ટિગેશનમાં 25 વર્ષ કામ કર્યુ છે અને તેનો દાવો છે કે, તેણે ગૂગલ અર્થની મદદથી પ્લેનને શોધી કાઢ્યું છે.

પીટરે વાતચીત કરતા જણાવ્યું હતું કે,'મેં ઘણા મહિનાઓ સુધી નાસા અને ગૂગલ અર્થનાં માધ્યમથી MH370ની જાણકારી મેળવવાના પ્રયત્ન કર્યા હતાં. હવે પીટરનો દાવો છે કે,આટલા મહિનાઓ બાદ મને ઉત્તરી મોરેશિયસ સ્થિત રાઉન્ડ આઇલેન્ડનાં દક્ષિણ ભાગથી 10 કિલોમીટર દૂર સમૂદ્રની અંદર પ્લેનની આકૃતિ મળી છે.'

પીટરે જણાવ્યું કે, મેં આ જાણકારી અને આ સાથે સંકળાયેલ તસવીરો ઓસ્ટ્રેલિયન ટ્રાંસપોર્ટ સેફ્ટી બ્યૂરોને મોકલી દીધી છે અને તેમને પણ આ આકૃતિને MH370 પ્લેન હોવાની સંભાવના ગણાવી છે. પીટરે કહ્યું,'MH370ની શોધમાં 4 અમેરિકન વિશેષજ્ઞોને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતાં પરંતુ તેમને તેની સાથે સંકળાયેલ જાણકારીઓ પબ્લિકમાં શેર કરી નહતી'

ત્યાં જ ઓસ્ટ્રેલિયન ટ્રાંસપોર્ટ સેફ્ટી બ્યૂરોની રિપોર્ટ અનુસાર, વિમાનનું ઇંધણ રસ્તા વચ્ચે જ ખતમ થઇ ગયુ હતું. ઇંધણ ન હાવાના કારણે એણએચ-370 હિંદ મહાસાગરમાં પડી ગયુ હતું. કેટલાક મહિનાઓ પહેલા કેટલાક વિશેષજ્ઞોનું માનવું હતું કે જે સમયે એમએચ-370 દુર્ઘટનાનું શિકાર બન્યુ, તે સમયે વિમાનને કોઇ વ્યક્તિ નિયંત્રિત કરી રહ્યું હતું. પરંતુ જાણકારોનું કહેવું છે કે, તેનાથી સાફ છે કે વિમાન અનિયંત્રિત થઇ ચૂક્યુ હતું.

(7:20 pm IST)