Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મહારાષ્‍ટ્રના કોલ્હાપુરમાં મોક્ષેશ શાહ કરોડોનો વ્‍યવસાય અને માલ-મિલ્કત છોડીને દીક્ષા લેશે

કોલ્હાપુરઃ ૧૦૦ કરોડનો વ્‍યવસાય છોડીને સીઅે બનેલા જૈન યુવક દીક્ષા લઇને સંસારની મોહ-માયા ત્યજી દેશે.  મુમુક્ષુ મોક્ષેશ 20મી એપ્રિલે દીક્ષા લેવા જઈ રહ્યા છે. મૂળ ગુજરાતી, પરંતુ હાલ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતા અને પરિવારના એલ્યુમિનિયમના બિઝનેસ સાથે સંકળાયેલા મોક્ષેશ શાહનો બિઝનેસ વર્ષનું 100 કરોડ જેટલું ટર્નઓવર ધરાવે છે. જોકે, તેમ છતાંય તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

કરોડોનો બિઝનેસ છોડીને સંયમનો માર્ગ અખત્યાર કરવા અંગે મોક્ષેશે નવગુજરાત સમયને જણાવ્યું હતું કે, જો પૈસો બધુ સુખ આપી શકતો હોત તો દુનિયાનો દરેક ધનવાન વ્યક્તિ સુખી હોત. શાશ્વત સુખ તો ખરેખર કંઈક મેળવવામાં નહીં, પરંતુ કંઈક છોડવામાં છે. મોક્ષેશે એમ પણ કહ્યું હતું કે, સીએ બની બે વર્ષ બિઝનેસમાં રહ્યા બાદ તેમને લાગ્યું હતું કે, તેઓ ભૌતિક નહીં, પરંતુ આધ્યાત્મિક સુખની શોધમાં છે.

પરિવારનો મોટો બિઝનેસ હોવા છતાંય મોક્ષેશને વાતનો અહેસાસ થયો હતો કે, તેમને વધારે જરુર તો પેોતાના પુણ્યની બેલેન્સ શીટ વધારવાની છે, અને માટે તેમણે સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. મોક્ષેશ તો ગયા વર્ષે દીક્ષા લેવા ઈચ્છતા હતા, પરંતુ માતાપિતાએ વર્ષે મંજૂરી આપતા હવે તેઓ સંસાર છોડી સંયમનો માર્ગ અખત્યાર કરશે.

પોતાના નિર્ણય અંગે મોક્ષેશ જણાવે છે કે, ગયા જન્મમાં તેમણે જરુર કોઈ સારા કાર્યો અને કર્મો કર્યા હશે, જેના ફળ તેમને ભવમાં મળ્યા છે, અને પોતાનું જીવન જિનચરણે અર્પણ કરી જીવનને સાર્થક બનાવવાનો તેમને મોકો મળ્યો છે. યુવાવર્ગને પણ સંદેશ આપતા મોક્ષેશે કહ્યું હતું કે, મોક્ષમાર્ગ તો ઉત્તમ છે , પરંતુ જીવનમાં બીજાને ઉપયોગી બનતા પણ શીખવું જોઈએ.

(7:40 pm IST)